કોરોનાના કહેર વચ્ચે આજરોજ બારડોલીમાં નવા 5 કેસ નોંધાયા છે,જેને લઇ આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે, તા.30મી ઓગસ્ટ નારોજ બારડોલી શહેર સહિત તાલુકામાં કોરોનાના વધુ 5 કેસ સામે આવ્યા છે. આ સાથે બારડોલીમાં કોરોના દર્દીઓના કુલ આંક 669 થયો છે. જે પૈકી કુલ 539 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 106 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આજદિન સુધી કુલ 24 દર્દીઓના મોત નીપજ્યા છે. આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 124 સેમ્પલ લેવાયા છે. તમામનો રીપોર્ટ પેન્ડીંગ
આજે બારડોલીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ..
(1) 20 વર્ષીય યુવક,ગાંધીનગર સોસાયટી,સુરાલી-બારડોલી
(2) 30 વર્ષીય પુરુષ,ખોડિયારનગર-બારડોલી
(3) 30 પુરુષ,પ્રભુનગર,મઢી-બારડોલી
(4) 37 પુરુષ, અસ્તાન રોડ,બારડોલી
(5) 75 આધેડ, હીરાચંદનગર-બારડોલી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500