મહુવાનાં મીયાપુર ત્રણ રસ્તા નજીક પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે સમયે પસાર થતી એક કારને અટકાવીને તપાસ કરતા કારની નંબર પ્લેટ ઉપર લોહચુંબક ધરાવતા નંબરના નકલી આંકડા મળી આવ્યા હતા. પોલીસે શંકાના આધારે કારને અટકાવી કાર ચાલક સહિત ત્રણની અટકાયતમાં કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહુવા પોલીસે મીયાપુર ત્રણ રસ્તાના નજીક કારને અટકાવી કારના ચાલક પાસે વાહનના કાગળો માગ્યા હતા. જયારે ચાલક કરીમ ફિરોજઅલી જીવાણી (રહે.ખોજા સોસાયટી, કાંકરિયા, અમદાવાદ)એ કાર તેની માલિકીની હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારનાં નંબર GJ/15/CM/8940ની પોકેટ કોપ એપ્લિકેશન ઉપર ચકાસણી કરતા આ નંબર વઈસાડના ચિરાગ પટેલ નામના વ્યક્તિની કારનો હોવાનું જણાવા મળ્યું હતું.
શંકા જતા પોલીસે વધુ પૂછપરછ કરતા કાર ચાલક કરીમ જીવાણીએ એના મોબાઈલમાં વાહનના ડોક્યુમેન્ટના ફોટા બતાવતા વાહનનો નંબર GJ/27/CM/8940 મુજબનો જોવા મળ્યો હતો. પોતાની કાર ઉપર જ નકલી નંબર પ્લેટ લગાડી ફરતા ઈસમો કોઈ ગુનાહિત પ્રવૃતિ કરવા નીકળ્યો હોવાની શંકા જતા નંબર પ્લેટની બાકીકાઈથી તપાસ કરતા નંબર પ્લેટ ઉપર લોહચુંબક ધરાવતા નંબરના નકલી આંકડા મળી આવ્યા હતા. જેથી પોલીસે કારાચાલક માલિક કરીમ બરકત અલી લાખાણી (રહે.વાણી) તથા સલીમ ફિરોઝ અલી જીવાણી (રહે.ફતેહ ગંજ,વડોદરા)નાંની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500