Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોરીયાચ ટોલનાકા અને વેસ્મા નજીકથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ત્રણ ઝડપાયા

  • March 13, 2025 

નવસારી રૂરલ પોલીસે બોરીયાચ ટોલનાકા અને વેસ્મા નજીક આવેલા આરક સિસોદ્રા પાટિયા નજીકથી દારૂ ભરેલો ટેમ્પો અને પીકઅપ વાન સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા. મળતી માહિતી મુજબ, નવસારી રૂરલ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વખતે તેને બાતમી મળી હતી કે, મુંબઈ-ભિવંડીથી એક ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો કાપડના ગાભાની આડમાં સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે.


જેના આધારે પોલીસ સ્ટાફે હાઈવે પર બોરીયાચ ટોલનાકા પાસે વોચ ગોઠવી બાતમીના વર્ણનવાળા ટેમ્પોને અટકાવી તેની તલાશી લેવાઈ હતી. આ સમયે અંદર કાપડના ગાભાની થેલીઓની આડમાં સંતાડેલી વ્હિસ્કી અને ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ૧૫૦૦ જેની કિંમત રૂપિયા ૨.૫૨ લાખ મળી આવી હતી. તેથી પોલીસે ટેમ્પોના ડ્રાઈવર આજમતખા જમનશા શેખ (ઉ.વ.૨૮, હાલ રહે.મનીસુરત કોમ્પ્લેક્સ, તા.ભિવંડી, જિ. થાણે, મહારાષ્ટ્ર- મૂળ રહે.દાઉટપુર ગામ, જિ. લાતુર, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી ઇંગ્લિશ દારૂ અને ટેમ્પો સહિતનો સમાન મળી રૂ.૧૨.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


જ્યારે પોલીસે આ ગુનામાં ઇંગ્લિશ દારૂ ભરાવનાર અરવિંદ કાલીયા (રહે.કામદથર ભરમાનંદ નગર, ભીવંડી, જિ. થાણે, મહારાષ્ટ્ર) તથા અન્ય બે અજાણ્યાને વોન્ટેડ જાહેર કર્યા હતાં. રૂરલ પોલીસે નોંધેલા બીજા ગુનાની વિગત એવી છે કે, વેસ્મા નજીક આવેલા આરક સિસોદ્રા પાટિયા પાસેથી બાતમીના આધારે મહિન્દ્રા કંપનીના ટેમ્પોને અટકાવી તપાસ કરાતા તેમાં બનાવેલા ચોરખાનામાંથી રૂ.૬૨,૪૦૦/-ની ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી હતી. આ સાથે જ રૂ.૨,૬૯,૪૦૦/-નો મુદ્દામાલ કબજે કરી પોલીસે ટેમ્પોના ડ્રાઈવર રામઅવતાર ઉર્ફે પિન્ટુ રમેશકુમાર ચૌધરી અને કલીનર બજરંગ ભીયારામ ચૌધરી (બંને રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application