અમદાવાદ શહેરમાં ACBએ સપાટો બોલાવ્યો છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જોઇન્ટ ડાયરેક્ટરને રૂપિયા ૨૫ હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. જેને લઇ લાંચિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. ACB સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ તા.૧૨ માર્ચ ૨૦૨૫ નારોજ ફરીયાદી કન્સલટન્સીનું કામ કરતા હોય, જેથી ફરીયાદીએ પોતાના કલાઇન્ટનુ ફુડ સેફ્ટી લાયસન્સ મેળવવા માટે જાન્યુઆરી માસમાં ઓનલાઇન અરજી કરેલ, જેમાં આ લાંચિયા જોઇન્ટ ડાયરેકટરે અલગ-અલગ ક્વેરી કાઢેલ.
જે બાબતે ફરીયાદી આરોપીને રૂબરૂ મળતા આરોપીએ ક્વેરી નહી કાઢી, ફુડ સેફ્ટી લાયસન્સ મંજુર કરવા માટે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, ફરીયાદીએ અમદાવાદ શહેર એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.જેના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. દરમીયાન આ લાંચિયા જોઇન્ટ ડાયરેકટર રાજેન્દ્રકુમાર હીરાભાઇ મહાવદીયાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયાની ઓફીસમાં જ લાંચની રકમ રૂ.૨૫,૦૦૦/- સ્વીકારતા સ્થળ ઉપર ACBના હાથે ઝડપાઈ ગયા હતા.આ મામલે અમદાવાદ ACBએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500