કબીલપોર પાસે રોડ ઉપર ગાય સાથે મોપેડ ભટકાતા નીચે પટકાયેલા ૧૫ વર્ષીય સગીરનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું. નવસારીનાં કબીલપોર પાસે રોડ ઉપર ગાય સાથે મોપેડ ભટકાતા નીચે પટકાયેલા ૧૫ વર્ષીય તરૂણનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, કાંતુભાઈ રાઠોડ (રહે.ભગત ફળિયું, કણબાડગામ, નવસારી)નો પુત્ર પ્રિન્સ ઉર્ફે પિન્ટુ (ઉ.વ.૧૫) મંગળવારની સાંજે ૭ વાગ્યાના અરસામાં તેની માતાને નોકરીની જગ્યા ઉપર મૂકી મોપેડ લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. તે વખતે નવસારી-બારડોલી રોડના કબીલપોર, ધરતીધન માર્બલના સામેના રોડ ઉપર રખડતી ગાય વચ્ચે આવી જતાં મોપેડ ચાલક પ્રિન્સ ગાય સાથે અથડાયો હતો. આ સાથે જ તે રોડના કિનારા ઉપર ફંગોળાતા તેના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે પ્રિન્સનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે પ્રિન્સ ઉર્ફે પિન્ટુના અકાળે અવસાનથી પરિવારજનો આઘાતમાં સારી પડ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500