Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરીક્ષા ફરી યોજવાની માંગ સાથે પટનામાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા

  • December 31, 2024 

બિહારમાં અવાર નવાર પેપર  લીકનો મામલો સામે આવતો હોય છે. બીપીએસસીની પરીક્ષા ફરી યોજવાની માંગ સાથે પટનામાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા. પટનાના ગાંધી મેદાનમાં આ વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા એવામાં મોટી સંખ્યામાં પોલીસ ત્રાટકી હતી અને વિદ્યાર્થીઓ પર ઢોરની જેમ લાઠીઓ વરસાવી હતી. જેમાં અનેક વિદ્યાર્થી ઘવાયા હતા, કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ પર વોટર કેનનનો મારો ચલાવ્યો હતો.


હાલ આ વિરોધ પ્રદર્શન સમગ્ર બિહારમાં ફેલાવવા લાગ્યું છે. બિહારની જદ(યુ) અને ભાજપના ગઠબંધનની સરકારને આડેહાથ લેતા પટનાના રસ્તા પર હજારો વિદ્યાર્થીઓ ઉતર્યા છે. છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માંગણીઓ પર વિચાર કરવાના બદલે સરકારે પોલીસને લાઠીચાર્જની ખુલ્લી છૂટ આપી હોય તેમ ત્રણ દિવસથી આ વિદ્યાર્થીઓને ઢોરની જેમ લાઠીઓ મારીને ભગાડવામાં આવી રહ્યા છે. કેટલાક વીડિયો અને તસવીરો વાયરલ થઇ રહ્યા છે જેમાં એક વિદ્યાર્થીને દસ દસ પોલીસકર્મીઓ ઘેરીને લાઠીઓ વરસાવી રહ્યા છે.


શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે આ અમાનવીય વ્યવહારની ભારે ટિકા થઇ રહી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જલિયાવાલા બાગમાં જે રીતે અંગ્રેજોએ નિર્દોશ લોકો પર ગોળીઓ વરસાવી હતી તેવા જ દ્રશ્યો પટનાના ગાંધી મેદાનમાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓનો આરોપ છે કે બિહાર પબ્લિક સર્વિસ કમિશન (બીપીએસસી)ની પરીક્ષાનું પેપક લીક થયુ છે માટે ફરી પરીક્ષા યોજવામાં આવે. બીજી તરફ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવેલા પ્રશાંત કિશોરની સામે ફરિયાદ દાખલ કરાઇ છે. અનુમતિ વગર ધરણા પ્રદર્શન કરવા બદલ બિહાર પોલીસે પ્રશાંત કિશોર ઉપરાંત ૭૦૦ લોકોની સામે ફરિયાદ દાખલ કરી છે જેની પણ ભારે ટિકા થઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application