Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહાપંચાયતમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હજારો ખેડૂતોએ ભાગ લીધો

  • February 14, 2025 

ખનૌરી અને શંભુ બોર્ડર પર ખેડૂત ગત એક વર્ષથી આંદોલન કરી રહ્યાં છે. આ ખેડૂત સંગઠનોની સાથે આજે કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓની મીટિંગ થવાની છે. આ મીટિંગમાં એમએસપી પર ગેરંટી કાયદા સહિત ઘણા મુદ્દા પર વાત થવાની શક્યતા છે. આ પહેલા ખેડૂતોએ સતત ત્રણ દિવસ સુધી શક્તિ પ્રદર્શન કર્યું છે. શંભુ બોર્ડર પર ગુરુવારે ખેડૂતોએ એક મોટી મહાપંચાયતનું આયોજન કર્યું. આ મીટિંગ ખેડૂત આંદોલન 2.0 ના એક વર્ષ પૂરા થવા પર આયોજિત કરવામાં આવી હતી. આ સિવાય શુક્રવારે કેન્દ્ર સરકારથી ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓની મીટિંગ થવાની છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર પર મીટિંગથી પહેલા દબાણ બનાવવા માટે હજારો ખેડૂતોનો જમાવડો થયો હતો.


આ મહાપંચાયતમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હજારો ખેડૂતોએ ભાગ લીધો. આ મહાપંચાયત પહેલા 11 તારીખે રાજસ્થાનના રતનપુરા અને પછી 12 તારીખે ખનૌરી બોર્ડર પર આયોજન થયું હતું. ગુરુવારે થયેલી મહાપંચાયતમાં ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું કે અત્યાર સુધી આંદોલમાં ગત એક વર્ષમાં 43 લોકોના મોત નીપજ્યા છે. આ સિવાય 450 ખેડૂત ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. તેમાંથી 35 ખેડૂત ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ગયા વર્ષે ખેડૂત આંદોલન દરમિયાન શુભકરણ સિંહનું મોત નીપજ્યું હતું. તેની પુણ્યતિથિ પર ખેડૂત સંગઠનોએ બઠિંડાના બલ્લો ગામમાં 21 ફેબ્રુઆરીએ કાર્યક્રમની જાહેરાત કરી છે.


આ દરમિયાન ખેડૂત નેતા જગજીત સિંગ ડલ્લેવાલે પોતાના અનશનના 80માં દિવસના અવસર પર કહ્યું કે હું પોતાના સંકલ્પ પર અડગ છું. અભિમન્યુ કોહરનું કહેવું છે કે શુક્રવારે થનારી મીટિંગમાં જગજીત સિંહ ડલ્લેવાલ પણ સામેલ થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે સંયુક્ત કિસાન મોર્ચાના કુલ 14 પ્રતિનિધિ કેન્દ્ર સરકારની સાથે મીટિંગમાં ભાગ લેશે. આ મીટિંગમાં એમએસપીની લીગલ ગેરંટી સહિત ઘણા મુદ્દા ઉઠાવવામાં આવી શકે છે. ખેડૂત સંગઠનોએ તો લાંબી લિસ્ટ તૈયાર કરી છે. હવે જોવાનું એ રહેશે કે કયા મુદ્દા પર સહમતિ બની શકે છે. ખેડૂત સંગઠનોનું મુખ્ય જોર એમએસપી અને સ્વામીનાથન આયોગની ભલામણોને લાગુ કરવા પર છે.


એક મહત્ત્વની ડિમાન્ડ છે કે ખેડૂતોનું તમામ દેવું માફ કરી દેવામાં આવે. આ માગને લઈને કેન્દ્ર સરકાર કંઈક આંશિક જાહેરાત કરી શકે છે. જેમ કે નાના ખેડૂતોને દેવામાંથી રાહત આપી દેવામાં આવે. જોકે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીતથી કેન્દ્ર સરકારને ખેડૂતોની સાથે ચર્ચા પહેલા થોડી શક્તિ મળી છે. ખેડૂત સંગઠનના સૂત્રોનું પણ કહેવું છે કે ભાજપને લોકસભા ઈલેક્શન, હરિયાણા ચૂંટણી અને હવે દિલ્હીમાં જીતથી તાકાત મળી છે. દરમિયાન વાતચીતમાં દબાણ રાખવું ખૂબ સરળ નહીં હોય. જાણકારી અનુસાર કેન્દ્રીય પ્રતિનિધિઓનું નેતૃત્વ પ્રલ્હાદ જોશી કરશે. આ મીટિંગ ચંદીગઢમાં થવાની છે. આ મીટિંગમાં પંજાબ સરકારનું કોઈ પ્રતિનિધિ રહેશે નહીં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application