Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડાનો આ બનાવ ક્રાઈમ, સસ્પેન્સ જેવી મુવીથી કમ નથી, પોલીસે બે હત્યારાઓને ઝડપી પાડ્યા

  • February 20, 2025 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જીલ્લાના આંતરિયાળ વિસ્તારમાં એક મહિલાએ પોતાના કૌટુંબિક દિયર સાથે મળી ગામના જ એક આધેડની કરપીણ હત્યા કરી છે. આ આધેડની જયારે હત્યા કરવામાં આવી ત્યારે બોથડ પદાર્થ વડે જીવલેણહુમલો કરવામાં આવ્યો તથા ગળાના ભાગે દોરી વડે ટુપો આપી, છાતીના ભાગે પણ ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો આ દ્રશ્યો ક્રાઈમ, સસ્પેન્સ જેવી મુવીથી કમ નથી. કુકરમુંડાના ગંગથા ગામનાં દવાખાના ફળિયામાં એક આધેડનું કોઈ અજાણ્યા ઈસમોએ અગમ્ય કારણસર માથાના જમણી સાઈડના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


બનાવ અંગે કુકરમુંડા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરતા ૨ હત્યારાઓને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળી છે.મળતી માહિતી મુજબ, કુકરમુંડાના ગંગથા ગામનાં દવાખાના ફળિયામાં રહેતા સુરપસીંગ ઉર્ફે સુરોપ રૂપસિંગ વસાવે (ઉ.વ.૬૫)નાઓને ગત તારીખ ૧૫-૦૨-૨૦૨૫ના ૨૧:૩૦ વાગ્યાથી તારીખ ૧૬-૦૨-૨૦૨૫ના ૧૪:૩૦ વાગ્યાનાં અરસામાં કોઈ અજાણ્યા ઈસમોએ અગમ્ય કારણસર માથાના જમણી સાઈડના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી તથા ગળાના ભાગે કોઈ દોરી વડે કે અન્ય વસ્તુ વડે ટૂંપો આપી તેમજ છાતીના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ગંભીર ઈજાઓ કરી છાતીનું હાડકું તોડી મોત નિપજાવ્યું હતું. બનાવ અંગે કરણસીંગ રણમલસીંગ વસાવે અજાણ્યા ઈસમો વિરુદ્ધ તારીખ ૧૭-૦૨-૨૦૨૫ નારોજ કુકરમુંડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


આ હત્યના બનાવમાં આરોપીઓને શોધી કાઢવા કુકરમુંડા પોલીસ સ્ટેશનના Pi વી.કે.પટેલએ એક ટીમ બનાવી અનડીટેક્ટ મર્ડરના ગુનાના આરોપીઓની ખંતપુર્વક અને યુક્તી-પ્રયુક્તીથી આરોપીઓ બાબતે સઘન પુછ-પરછ કરી કડીઓ થી કડીઓ મેળવી આ હત્યના ગુનાના આરોપી (૧) મનિષભાઇ ઉર્ફે મોહનિશ ભરતભાઇ વસાવે (ઉ.વ.૩૫) રહે,દવાખાના ફળીયુ,તા.કુકરમુંડા તથા (૨) મિનાબેન W/O રાજેંદ્રભાઇ કેસરસિંગ વસાવા (ઉ.વ.૩૫)રહે,ગંગથાગામ,દવાખાના ફળીયુ,તા.કુકરમુંડા નાઓને તા.૧૮/૦૨/૨૦૨૫ નારોજ અટક કરી તા.૨૪/૦૨/૨૦૨૫ના કલાક ૧૧/૦૦ વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી અનડીટેક મર્ડરનો ગુનો ડીટેક્ટ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.


હત્યાનું કારણ શું : સુરપસીંગ વસાવે વારંવાર આરોપી મહિલાને હેરાન – પરેશાન કરતો હોય અને બદનામ કરતો હોવાથી આરોપી મહિલાએ સુરપસીંગ વસાવેને મોતને ઘાટ ઉતરવા માટેનો પ્લાન ઘડ્યો હતો.


કઈ રીતે ગુન્હાને અંજામ આપ્યો : આરોપી મહિલાએ સુરપસીંગ વસાવે સાથે સબંધ બાંધવાનું કહી તેને ખેતરે બોલાવ્યો હતો જ્યાં આ આરોપી મહિલાએ તેના કૌટુંબિક દિયર સાથે મળી સુરપસીંગ વસાવેની કરપીણ હત્યા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application