ઉમરગામના ભીલાડ પોલીસ મથક સામે ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બે’ને ઈજા થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરતથી મુંબઈ જતા નેશનલ હાઈવે નંબર ૪૮ પર સાંજે આશરે પાંચેક વાગ્યે ખેરડી, ઘુટીપાપાડા સેલવાસમાં રહેતા અજયભાઈ શિવજીભાઈ ભોયે બાઈક પર રોડ ક્રોસ કરી રહ્યા હતા.
તે દરમિયાન ટ્રેલરના ચાલકે અજયભાઈની બાઈકને ટક્કર મારી હતી. રોડ પર પટકાતા અજયભાઈને બંને પગે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે પાછળ બેઠેલા મનીબેન ગાયકવાડને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે ૭૬ વર્ષીય ચેંબાબેન સોનુભાઈ ગાયકવાડ ટ્રેલરના પાછળના ટાયર નીચે આવી જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક વાહન લઈને નાસી છુટયો હતો. બનાવ અંગે વિશ્રામભાઈ ગાયકવાડે ભીલાડ પોલીસ મથકમાં નોંધાવતા, પોલીસે અજાણ્યા ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500