વલસાડના પારડી સાંઢપોર ગામના કૈલાશ રોડ પર સવારે ઈકો કાર અને બે રિક્ષા વચ્ચે વિચિત્ર રીતે ત્રિપલ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ૮ મુસાફરોને ઈજા થતા, તેમને સારવાર માટે વલસાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાબતે સિટી પોલીસે કથિત રીતે અકસ્માત સર્જનાર કારચાલકને સિટી પોલીસ મથકમાં લાવી પ્રાથમિક તપાસ શરુ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડના પારડી સાંઢપોર ગામના કૈલાશ રોડ પરથી પસાર થઇ રહેલી પિયાગો રિક્ષા નંબર જીજે/૨૧/વાય/૦૮૨૪ અને ઓટો રિક્ષા નંબર જીજે/૧૫/ટીટી/૨૫૬૨ વચ્ચે વિચિત્ર પ્રકારનો ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. કેવી રીતે સર્જાયો તે બબાતે ત્રણેય વાહનોના ચાલકો ભારે ગુંચવણમાં મુકાયા હતા. આ વિચિત્ર અકસ્માતમાં બંને રિક્ષામાં સવાર ૮ વ્યક્તિઓને ઈજા થતા તમામને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જેમાં ગૌરવભાઈ રાણા, દિપીકાબેન લાડ, નીતિનભાઈ હળપતિ, બાબુભાઈ પટેલ, સરોજબેન પ્રજાપતિ, વનીતાબેન રાઠોડ, ચંચળબેન સોલંકી અને મહેશભાઈ પટેલનો સમાવેશ થાય છે. જે પૈકી બાબુભાઈ પટેલ, મહેશભાઈ પટેલ અને ચંચળબેન સોલંકીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ, રજા આપી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઘટના બાબતની જાણ થતા સિટી પોલીસની ટીમ ઘટન સ્થાળે દોડી ગઈ હતી. પોલીસે કથિત રીતે અકસ્માત સર્જનાર ઈકો કાર ચાલકને સિટી પોલીસ મથકમાં લાવી હાલે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500