વલસાડ એલસીબી પોલીસની ટીમ વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પ્રોહિબિશન ગુના અંગે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ હતી કે, એક આઈસર ટેમ્પોમાં દારૂ લઈ જવાઈ રહ્યો છે.
જેના આધારે વલસાડ એલસીબીની ટીમ સલવાવ ઓવરબ્રિજ ઉતરતા મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર વોચ રાખતા એક સફેદ કલરનો આઈસર ટેમ્પો નંબર જીજે/૨૩/એડબલ્યુ/૦૯૩૨ આવતા ટેમ્પોને રોકી તેની તલાશી લેતા ટેમ્પામાંથી ભારતીય બનાવટની વ્હીસ્કીના બોક્સ નંગ ૫૯૨ જેની કિંમત રૂપિયા ૨૮, ૪૧,૬૦૦/-તથા એક મોબાઈલ ફોન કિં રૂ.૫૦૦૦ અને ટેમ્પોની કિંમત પ લાખ મળી કુલ રૂપિયા ૩૩,૪૬,૬૦૦/-ના મુદ્દામાલ સાથે આઇસર ટેમ્પો ચાલક રાજારામ ઉર્ફે રાજુ જયરૂપારામજી દલારામજી પુરોહિત (ઉ.વ.૨૯., રહે.ગામ કોરા વિશાલ રોડ.તા. ભિનમાલ જી.ઝાલોર રાજસ્થાન)ને પકડી દારૂનો જથ્થો મંગાવનાર અને ભરાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500