ડોલવણ તાલુકાનાં જામલીયા ગામનાં ચાર રચના નજીક આવેલ કુવામાં ગેરકાયદેસર રીતે જીલેટીન સ્ટીક તથા ઇલેકટ્રીક ડીટોનેટર વાયરો કુવામાં બ્લાસ્ટીંગ કરી કુવો ખોદવાનું કામ કરતા એકને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૯/૦૨/૨૦૨૫ નારોજ ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન બાતમી મળી હતી કે, જામલીયા ગામના ચાર રચના નજીક આવેલ કુવામાં ગેરકાયદેસર રીતે જીલેટીન સ્ટીક તથા ઇલેકટ્રીક ડીટોનેટર વાયરો કુવામાં બ્લાસ્ટીંગ કરી કુવો ખોદવાનું કામ કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી આરોપી કિરણ નવસ્યાભાઈ રાઉત (રહે.ગોદડીયા ગામ, ઉપલું ફળિયુ, તા.વઘઈ, જી.ડાંગ)નાઓ પોતાના ફાયદા સારૂ ગેરકાયદેસર રીતે એક્ષપ્લોઝીવ ઝીલેટીન જીલેટીન સ્ટીક કુલ નંગ ૩૫ નંગની કિ.રૂ.૫,૨૫૦/- અને ઇલેકટ્રીક ડીટોનેટર વાયરો નંગ ૩૫ નંગ કિ.રૂ.૪૯૦/- મળી કુલ રૂપિયા ૫,૭૪૦/-નો મુદ્દામાલ સાથે એક્ષપ્લોઝીવ જથ્થો લાયસન્સ પરવાના વગર પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે બીન સલામત રીતે રાખી વિસ્ફોટક પદાર્થ અંગે બેદરકારીભર્યું આચરણ કરતા ઝડપાઈ ગયા હતા.
તેમજ કુવાના માલિક અશોક વિરસીંગભાઈ ચૌધરી (રહે.જામણીયા ગામ, ડોલવણ) તથા એક્ષપ્લોઝીવનો જથ્થો આપનાર બન્નાલાલ મારવાડી (રહે.સટાણા, નાશિક)નાઓને વોન્ટેડ જાહેર કરી તેઓના વિરૂધ્ધ બી.એન.એસ તથા એક્ષપ્લોઝીવ એકટ તથા એક્ષપ્લોઝીવ સબસ્ટન્સ એકટ મુજબ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500