ગાંધીનગરનાં દહેગામ તાલુકાના કંથારપુરા ગામે કબીરવડ નામનું ઐતિહાસિક વૃક્ષ છે, જેની નીચે ઐતિહાસિક મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. જોકે તારીખ 18 માર્ચ નારોજ વહેલી સવારે મંદિરમાંથી માતાજીની સોનાની આંખ તેમજ છત્ર સહિતના આભૂષણોની ચોરી કરી ભાગી ગયા હતા. બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરનાં ઐતિહાસિક કબીરવડ નીચે મહાકાળી માતાનું મંદિર આવેલું છે.
હજારો ભક્તોની અહીં ખાસ આસ્થા જોડાયેલી છે. ત્યારે મંગળવારે વહેલી સવારે અહીં તસ્કરો ત્રાટક્યા અને માતાજીની આંખો અને છત્ર સહિતના આભૂષણો ચોરીને ભાગી ગયા હતા. વહેલી સવારે જ્યારે આરતીના સમયે પૂજારી પહોંચ્યા ત્યારે માતાજીની આંખો અને છત્ર ન દેખતા પહેલાં આસપાસમાં તપાસ કરી પરંતુ, કંઈ ન મળતા અંતે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ચોરીની સમગ્ર ઘટના મંદિરની પાસે રહેલાં સીસીટીમાં કેદ થઈ ગયા હતાં. જેમાં જોવા મળે છે કે, બે તસ્કરો ઈકો ગાડી લઈને આવ્યા અને બાદમાં મંદિરમાં ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી ચોરોને પકડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500