વાપીના ચણોદ ગામે શાંતિનગરમાં જનતા કોલોનીમાં આવેલા મકાનમાં વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છાપો મારી 10.080 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો અને રોકડા રૂ.29,050 જપ્ત કર્યા હતા. પોલીસે નેટવર્ક ચલાવતી મુખ્ય સુત્રધાર મહિલા અને બે તરૂણ સહિત આઠ આરોપીની ધરપકડ કરી હતી. વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હે.કો.દિપકસિંહ અને હે.કો.હસમુખ ગીગાભાઈને મળેલી બાતમીના આધારે પી.આઇ એ.યુવરોઝ અને ટીમે વાપીના ચણોદ ગામે શાંતિનગરમાં જનતા કોલોનીમાં એક મકાનમાં છાપો માર્યો હતો. છાપો દરમિયાન મહિલા, બે તરૂણ સહિત આઠ શખ્સો મળી આવ્યા હતા. આમ, પોલીસે મકાનમાં રહેતી મંગલાબેન નિરજ શ્રીવાસ્તવની પૂછપરછ કરી હતી. બાદમાં મકાનમાં તપાસ કરતા સફેદ કલરના પાવડર ભરેલી કોથળીઓ મળી આવી હતી.
પોલીસે એફએસએલની મદદથી હાથ ધરેલા પરીક્ષણ દરમિયાન ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 10.080 કિ.ગ્રામ. ગાંજો અને રોકડા રૂ.29,050 જપ્ત કરી મુખ્યસૂત્રધાર મંગલા શ્રીવાસ્તવ સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં મંગલાબેન નિરજભાઈ શ્રીવાસ્તવ (રહે.શાંતિનગર, ચણોદ), બીપીનકુમાર સતેન્દર રાજવંશી (રહે.ભડકમોરા, વાપી), ઉદયકુમાર રામઆશિષ રાજવંશી (રહે.મોટી સુલપડ,વાપી), રાજકુમાર સુરજ રાજવંશી (રહે.ભડકમોરા નાની સુલપડ, શાંતીનગર,વાપી), ક્રિષ્ના ઉર્ફે કાલુ ચંદ્રકાન્ત ઉતેકર (રહે.ભડકમોરા,વાપી), મલ્લીકાઅર્જુન ઉર્ફે તમ્મા હનુમંતા કામળે (રહે.આંબેડકરનગર,વાપી) અને બે તરૂણનો સમાવેશ થાય છે.
મહિલા છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે નેટવર્ક ચલાવતી હતી. ગાંજાનો નાની નાની પડીકી બનાવી છુટક અને ગ્રાહકોને ડીલવરી કરતી હતી અને જથ્થો સુરતના શખ્સ પાસેથી મંગાવતી હતી. એસઓજીએ વાપીના ચણોદથી ગાંજાનો ધંધો કરતી મહિલા સહિત આઠ આરોપીની અટક કરી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં પકડાયેલા બે તરૂણ અને યુવાનનો ગાંજાનો ધંધો કરવા ઉપયોગ કરાતો હતો. તરૂણ પાસે મહિલા શેઠાણી ગાંજાની નાની નાની પડીકી બનાવડાવતી હતી. એટલું જ નહી પણ યુવાનો પાસે ગ્રાહકોને ડિલીવરી પણ કરાવતી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500