Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓઢવમાં કારના ચોરખાનામાંથી ૨૯.૯૪ લાખની કિંમતની ૨૯ કિલો ચાંદી મળી આવી

  • March 19, 2025 

પાલડીથી કરોડોનો સોના બાદ ઓઢવમાં કારના ચોરખાનામાંથી ૨૯.૯૪ લાખની કિંમતની ૨૯ કિલો ચાંદી મળી આવી છે. પોલીસ તપાસમાં માણેકચોકથી ખરીદી કરીને ચાંદી મધ્યપ્રદેશ લઇ જતા હતા. પોલીસે તપાસ કરતાં બિલ રજુ કરી શક્યા ન હતા જેને લઇને પોલીસે ચાંદીનો જથ્થો કબજે કરીને બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. માણેકચોકથી ખરીદી મધ્ય પ્રદેશ લઇ જતા હતા બીલ વગરની ૨૯ કિલો ચાંદી મળતા પોલીસે કબજે કરી ગુના નિવારણ શાખામાં નોકરી કરતા મહાવીરસિંહ ઓઢવ પોલીસ સ્ટેશનમાં મધ્યપ્રદેશનાં જાંબુઆ ગામના અબ્દુલ વહીદ નજીરખાન ખાન અને ખેડા જિલ્લાના મહેમદાવાદમાં હોળી ચકલા ખાતે રહેતા ભાવેશભાઇ ભુપેન્દ્રભાઇ સોની સામે ફરિયાદ નોધાવી છે કે, પીસીબી પી.આઇ.ને બાતમી મળી હતી કે, ઓઢવ રિંગ રોડ ઉપરથી કારમાં બેનામી સોના-ચાંદીની હેરાફેરી થઇ રહી છે.


જેને લઇને પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને શકાના આધારે કારને રોકી હતી. કારમાં ચેકિંગ કરતા ડ્રાઇવર સીટની બાજુની સીટની નીચે એક અલગથી  બનાવેલા ખાનામાં કાળા કલરની બગ મળી હતી જેમાં રૂ.૨૯,૯૪,૬૦૩/-ની કિંમતની ૨૯ કિલો ૭૪૦ ગ્રામ ચાંદી મળી આવી હતી. પૂછપરછમાં પકડાયેલી ચાંદી માણેકચોક ખાતે આવેલ પાટીદાર ઝવેલર્સના માલીક કરણભાઇ પટેલ પાસેથી ખરીદી હતી અને મધ્ય પ્રદેશના જાંબુઆ ખાતે આશીષભાઇ ગોવિંદલાલ સોનીને આપવાનો હતો. પોલીસ ચાંદીનું બીલ માગતા રજુ કરી શક્યા ન હતા. પોલીસે કાર સહિત કુલ રૂ.૪૫,૨૪,૭૦૩/-નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application