Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરગામનાં ભિલાડ હાઈવે પર બીટગાર્ડ લાંચ લેતા રંગેહાથ પકડાયો

  • March 19, 2025 

વલસાડ જિલ્લાનાં ઉમરગામનાં ભિલાડ હાઈવે પર આવેલ વન પેદાશ ચેકપોસ્ટના બીટગાર્ડને વલસાડ જીલ્લા લાંચરૂશ્વત વિરોધી શાખાએ ગોઠવેલા છટકામાં રૂ.6,300/-ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. બીટગાર્ડે મહારાષ્ટ્રથી ટ્રકમાં અમલસાડ ખેરના લાકડા ભરી જતી ટ્રકના ચાલક પાસે ગુજરાતનો પાસ માટે નિર્ધારિત ફી કરતા ત્રણ પાસના રૂ.7,500/- લીધા બાદ રૂ.1,200/- પરત કર્યા હતા. વલસાડ જીલ્લા લાંચરૂશ્વત વિરોધી શાખાના પીઆઈ એસ.એન.ગોહિલ અને ટીમે મળેલી ફરિયાદના આધારે ભિલાડ હાઈવે પર આવેલી વન પેદાશ ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી.


એ.સી.બી.એ ગોઠવેલી ડીકોય ટ્રેપમાં મહારાષ્ટ્રથી અમલસાડ ખેરના લાકડા ભરી જતી ટ્રકનો ચાલકે ચેકપોસ્ટ પર ટ્રક ઉભી કરી હતી. તે વેળા ચેકપોસ્ટના બીટગાર્ડ નરેશ દાદુભાઈ ભોયા (ઉ.વ.32)એ ચાલક પાસે મહારાષ્ટ્રના પાસ પરથી ગુજરાતના પાસ માટે નાણાંની માંગણી કરી હતી. જોકે નિયમ અનુસાર પ્રતિપાસના રૂ.20 થતા હોય અને ત્રણ પાસના રૂ.60 લેવાના હોવા છતાં ચાલક પાસે રૂ.7,500/-ની માંગણી કરી હતી. બીટગાર્ડ નરેશ ભોયાએ ચાલકને રૂ.1,200 પરત કરી દીધા હતા. નરેશ ભોયાએ નાણાં સ્વીકારતા જ એ.સી.બી.નાં અધિકારી દોડી જઈ તેને લાંચ લેતા પકડી પાડયો હતો. એસીબીએ લાંચીયા બીટગાર્ડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આદરી હતી. વન વિભાગનો કર્મચારી લાંચ લેતા પકડાયાની વાત વાયુવેગે પ્રસરી જતાં અન્ય વન કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application