રાંચીના શિવાજીનગરમાં રહેનાર મહિલા શીલા દેવી વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે એડવાન્સ ડાયગ્નોસ્ટિક સેન્ટર પહોંચી હતી. શીલા દેવીને પહેલો ડોઝ કોવેક્સિનનો મળ્યો હતો.
કોરોના વાયરસની મહામારીની વચ્ચે વેક્સિનેશનની સ્પીડ તેજ થઇ ગઇ છે. જો કે રસીકરણના અભિયાન દરમિયાન બેદરકારીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવો જ એક કેસ ઝારખંડમાં સામે આવ્યો છે. ઝારખંડની રાજધાની રાંચીમાં રહેનાર મહિલાએ પહેલો ડોઝ કોવેક્સિનનો લીધો હતો જયારે તેને બીજો ડોઝ કોવિશીલ્ડનો આપી દેવાયો.આ બેદરકારીનો મામલો બરગાંય સ્થિત એડવાન્સ ડાયગ્નોસ્ટિક સેન્ટરની છે. વેક્સિનનો બીજો ગલત ડોઝ અપાતા મહિલાની તબિયત ખરાબ થવા લાગી. મહિલાની સ્થિતિ વધુ ગંભીર થતાં તેને તાત્કાલિક મેડિકા હોસ્પટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી તેનો ઇલાજ મેડિકામાં ચાલી રહ્યો હતો.
પરિવારે આ ઘટનાના મામલે આક્રોશ વ્યકત કર્યો છે. પરિવારે આરોપ લગાવ્યો કે, વેક્સિનનું સર્ટી જોયા વિના હેલ્થ કર્મીએ બીજો કોવિશીલ્ડ ડોઝ આપી દીધો. હેલ્થ સેન્ટરની આ લાપરવાહી પર પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. પરિવારજનોએ ડાયગ્નોસ્ટિક સેન્ટર લાપરવાહીનો આરોપ લગાવતા જણાવ્યું કે,જો ભવિષ્યમાં આવી બેદરકારીની ઘટના બને છે તો બેદરકારી કરનાર સેન્ટરે જ ઇલાજની તમામ જવાબદારી ઉઠાવવી જોઇએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500