કડોદરા ગ્રામ પંચાયતમાંથી સન ૨૦૧૫માં નગરપાલિકા તરીકે અસ્તીત્વમાં આવેલી ભાજપ શાસિત કડોદરા નગરપાલિકા ચર્ચા નાં એરણે ચડી જવા પામી છે. કડોદરા વાસીઓએ સૌથી વધુ ભાજપ ને બેઠકો આપી હોવા છતાં પણ આંતરિક કકળાટ,જૂથવાદ,જેવો માહોલ બની ને સતત અહીંથી બહાર આવવા પામી રહ્યો છે. બીજી તરફ સત્તાધીસો દ્વારા આકારણી, નવીન ભવન, ભરતી પ્રક્રિયા,વાહનોની ખરીદી સહિતના વિવિધ મુદ્દે સરકારી ગ્રાન્ટ તથા સ્વભંડોળના નાણાનો દુરપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો સાથે પૂર્વ સદસ્ય એ શહેરી વિકાસ અને શહેરી ગૂહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવને લેખિતમાં ફરિયાદ કરી તપાસની માંગ કરતા રાજકીયક્ષેત્રે ભારે ખળખળાટ વ્યાપી ગયો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કડોદરા ચાર રસ્તા ખાતે રહેતા અને કડોદરા નગરપાલિકાના પૂર્વ સદસ્ય દેવેન્દ્રભાઈ એચ. પટેલ દ્વારા ગાંધીનગર શહેરી વિકાસ અને શહેરી ગૂહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવને કડોદરા નગરપાલિકાના વહીવટીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓ આચરવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ કરી છે જેમાં જણાવ્યું હતું કે નગરપાલિકાના હદ વિસ્તારમાં ઍરિયા બેઈઝ મિલ્કત વેરો વસુલવાને બદલે મુડીરૂપી કિંમતના આધારે આકારણી કરી આવકને ભારે નુકશાન પહોચાડ્યું છે. તેમજ નગરપાલિકા ‘ક ' વર્ગની હોવા છતાં શહેરી વિકાસની મંજુરી વિના સ્વભંડોળ માંથી ખર્ચાઓ કરી વાહનોની ખરીદી કરી ને સરકારના હુકમની અવગણના, નવી શરતની જમીનમાં પ્રાથમિક સુવિધાઓ આપી શકાય નહીં. છતા નિયમોની ઉપરવટ જઈને સરકારી ગ્રાન્ટ તથા સ્વભંડોળના નાણાનો બેફામ દૂરપયોગ કરી સુવિધાઓ આપવામાં આવી છે.
નગરપાલિકાના નવીન બિલ્ડિંગમાં બાંધકામમાં કોઈપણ જાતની રિવાઈઝ તાંત્રિક મંજુરી કે વહીવટી મંજુરી મેળવ્યા સિવાય બારોબાર ખર્ચાઓ કરવા. મિલકત વેરાઓનું માગણા રજીસ્ટ્રર નહી નિભાવવુ, નગરપાલિકાના પ્રમુખને બાંધકામ મંજુરીના પ્લાનોમાં સહી કરવાનો અધિકાર ન હોવા છતાંયે સહી સિક્કાઓ કરવા, તેમજ તેજલબેન નાયક એમ.આઈ.એસની ઍક્સપર્ટની લાયકાત ધરાવતા ન હોવા છતાં નિમણુંક કરી લાખોના ચુકવણા કરવા સહિતના વિવિધ મુદ્દે ભ્ર્ષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ-૨૬૧ હેઠળ તપાસ અધિકારી નિમવા અને તપાસ કમિટી નીમીને જવાબદારો સામે પગલા ભરવા રજુઆત કરાતા ખળખળાટ મચી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કડોદરા નગરપાલિકા વિસ્તારમાં વિકાસ ની ભૂમિકા ઓ સામે સવાલો ઉઠવા પામ્યા છે. ઉચ્ચ સ્તરીય લેખિતમાં ફરિયાદ કરી ને તેમાં થયેલા ભ્રષ્ટ ચલક ચલાણા ઓને લઈને પોલમપોલ ખોલી રહ્યા છે ત્યારે સવાલ થાય છે કે કડોદરા નગરપાલિકા માં બધું સમુસુતરું નથી ચાલી રહ્યું.આ ફરિયાદની ઉંડાણ પૂર્વક ની તપાસ કરવામાં આવશે તો આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર નેં લઈને કઈ પણ નવા જુની થવા પામી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500