ડાંગના ડુંગરાળ પ્રદેશમા વસતા પ્રજાજનોને ગુજરાતના વિસ વર્ષોના વિકાસની જાણકારી આપવા સાથે, અનેકવિધ યોજનાકીય લાભો આપી રહેલી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' તેના બીજા દિવસે સવારે આહવા તાલુકાના ધવલીદોડ ગામે પહોંચી હતી. આહવાથી તા.૫મી જુલાઈએ નીકળેલી આ યાત્રાનુ ધવલીદોડ સુધી માર્ગમા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરતા ગ્રામીણજનોએ, કુતુહલ સાથે મસમોટા એલ.ઇ.ડી. સ્ક્રીન ઉપર ગુજરાતની વિકાસ ગાથા નિહાળી હતી.
ધવલીદોડ ગામે યાત્રાના સ્વાગત કાર્યક્રમમા સરપંચ સહિત તાલુકા પંચાયતના સદસ્ય, સ્થાનિક સામાજિક કાર્યકરો, ગ્રામ પંચાયતના સભ્યો, વિકાસ યાત્રાના જિલ્લાના નોડલ ઓફિસર, વિકાસ રથના લાયઝન અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર, વીજ વિભાગના નાયબ ઈજનેર સહીત તાલુકા/જિલ્લાના અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી યોજનાકીય લાભો એનાયત કર્યા હતા. કાર્યક્રમનાં ભાગરૂપે જિલ્લાના આરોગ્ય વિભાગે સવારે યોગા સહિત સ્વચ્છતા અભિયાન, ક્લોરીનેશન, પાણીના સેમ્પલનુ કલેક્શન કરવા સાથે, આરોગ્યલક્ષી યોજનાઓની જાણકારી આપવામા આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500