Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચિખલી તાલુકોના હોન્ડ ગામનાં ભાટિયા ફળિયા જવાનો રસ્તો ૨૪ કલાકમાં થયો કાર્યરત, ગ્રામજનોએ માન્યો તંત્રનો આભાર

  • July 17, 2022 


ભારે વરસાદ નવસારી જિલ્લામાં પડતા શહેર તેમજ ગ્રામ્યના માર્ગોનું ધોવાણ થયું છે. નવસારી જિલ્લામાં ચિખલી તાલુકાનું હોન્ડ ગામમાં પણ વરસાદી અને પુરના પાણીથી અસરગ્રસ્ત થયું હતું .જેમાં ભાટિયા ફળીયા જવાના રસ્તો પુરના પાણીના કારણે ધોવાણ થતાં તૂટી ગયો હતો અને કોઈપણ વાહન કે લોકોની અવરજવર કરવુ મુશ્કેલ થયું હતું,



છેલ્લાં બે દિવસથી વરસાદની તીવ્રતા ઓછી થતા રસ્તા અને માર્ગ પરના પાણી ઓસરતા જિલ્લા વહીવટી તંત્ર એકશન મોડમાં આવી ગયું હતું અને માત્ર ૨૪ કલાકની અંદર રોડનું સમારકામ કરી રસ્તો કાર્યરત કર્યો હતો.ગ્રામજનોને અવરજવર, વાહનવ્યવહાર માટે મુશ્કેલી ન પડે તે માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા રસ્તાની મરામત યુધ્ધના ધોરણે કરી ૨૪ કલાકમાં કામગીરી પૂર્ણ  કરી, રસ્તાને પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે.  જેના લીધે ગ્રામજનોને રોજબરોજની અવરજવરમાં રાહત મળી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application