ઉચ્છલના બેડકીનાકા પાસેથી વિદેશી દારૂની બાટલી સાથે એક રીક્ષા ચાલકને ઝડપી પાડી જીલ્લા એલસીબી પોલીસે કુલ 57 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતો.
મળતી માહિતી મુજબ, જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો રવિવારે સવારે ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે બેડકી નાકા પોઈન્ટ પર વોચ ગોઠવી ઉભી હતી. તે દરમિયાન બાતમી વાળી રીક્ષા આવતા જોઈ પોલીસે રીક્ષા ચાલકને લાકડી વડે ઈશારો કરતા રીક્ષા ચાલક પોતાના કબ્જાની રીક્ષા નંબર જીજે/19/યુ/6121 ઉભી રાખી હતી. પોલીસે રીક્ષા ચાલકનું નામ પૂછતા કાંતિલાલભાઈ દેવલિયાભાઈ ગામીત (રહે.કટાસવાણ ગામ, ગતાડી ફળિયું, ઉચ્છલ) નાનો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે રીક્ષામાં તપાસ હાથ ધરતા રીક્ષાનાં પાછળના સીટની નીચે એક પ્લાસ્ટીકના થેલામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 24 બાટલીઓ મળી આવી હતી.
પોલીસે રીક્ષા ચાલકની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, વિદેશી દારૂની બોટલો હીરા વાઈન શોપ, શાંતિ હોટલ, નવાપુરથી એક ઈસમએ ભરાવી આપેલ હતું અને રાજેશભાઈ દીવાનજીભાઈ ગામીત (રહે.સાકરદા ગામ,ઉચ્છલ) નાએ દારૂ મંગાવ્યો હતો જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આમ, પોલીસે 50 હજારની રીક્ષા, 24,00/- નો વિદેશી તેમજ 5 હજારનો એક મોબઈલ મળી કુલ રૂપિયા 57,400/-નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.(મનિષા સૂર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500