Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેદવાસણ ગામમાં શ્રમજીવી પરિવારના કાચું ઘર તૂટી પડ્યું

  • July 14, 2022 

મહુવા તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. વરસાદ પડતાં સાંબા અને દેદવાસણ ગામમાં શ્રમજીવી પરિવારના કાચું ઘર તૂટી પડ્યું હતું.સુરત જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ત્યારે જિલ્લાના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહુવા તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેથી પૂર્ણાં અને અંબિકા નદીનું પાણી અને સ્થાનિક વરસાદી પાણીથી અનેક ગામોનાં નદી નાળા છલકાયા હતા. ધોધમાર વરસાદના પગલે હવે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.


ધોધમાર વરસાદને પગલે  મહુવા તાલુકાના અંબિકા નદીને કાંઠે આવેલ સાંબા તેમજ દેદવાસણ ગામે એક કાચું મકાન ધરાશય થયું હતું. શ્રમજીવી પરિવારનું મકાન તૂટી પડતા મુશ્કેલી સર્જાય હતી.મકાનો તૂટી પડતા સ્થાનિક વહીવટી તંત્ર પણ પોહચ્યું હતું.તમામને સલામત જગ્યા રહેવા જમવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. અને યોગ્ય સર્વે કરી મામલતદારને અહેવાલ રજૂ કરાયો હતો. મકાન ધરાશયની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી.. 

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વાહન વ્યવહારને થંભાવી દેવામાં આવ્યો 

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વલવાડા ગામે ઓલણ નદી પરના પુલનું ધોવાણ થઈ જવા પામ્યું છે. મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વાહન વ્યવહારને થંભાવી દેવામાં આવ્યો હતો.મહુવાથી અનાવલ તરફ જતા વાહનો વલવાડા પુલ પરથી ધીરે ધીરે પાસ કરવામાં આવી રહ્યા છે તો તંત્ર પણ હાલ પુર જોસ સાથે કામે લાગી ગયું છે.પરંતુ તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદના પગલે તંત્રને કામગીરીમાં અડચણ ઉભી થઇ રહી છે તો બીજી તરફ નદીના વહેણના કારણે હાલ ધોવાણ પુરવામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે તો આ પુલના નીચેના ભાગે પણ ધોવાણ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. 


વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા



સુરત જિલ્લામાં તથા ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એસ.ગઢવીએ મહુવા તાલુકા મથકે,પુર્ણા નદીકિનારે આવેલ  બુધલેશ્વર ગામોની મુલાકાત લીધી  હતી. જેઓના ઘરમાં પાણી ભરાયા હતા તેઓને પ્રા.શાળા માં સ્થળાંતર સહિત ભોજન પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્રારા પુર અસરગ્રસ્તોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. મહુવા પ્રા.શાળા તેમજ કોમ્યુનિટી કીચનનું આયોજન કરી ફુડ પેકેટનું વિતરણ કરાયુ હતું. કલેક્ટર શ્રી એ સંબંધિત અધિકારીઓને તત્કાલ સર્વે કરી અસરગ્રસ્તોને કેશડોલ આપવા જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application