Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને દમણની મહિલા અગ્નિવીર અરજદારો માટે યોજાનારી રેલી 11 ડિસેમ્બરે પૂરી થશે

  • December 09, 2022 

મહિલા સૈન્ય પોલીસ માટે અગ્નિવીર જનરલ ડયુટી ઉમેદવારોની પસંદગી માટેની ભરતી રેલી મંગળવારે બોમ્બે એન્જિનિયરિંગ ગ્રુપ અને ખડકી ખાતે કેન્દ્રનાં પરિસરમાં શરૂ થઈ હતી. મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને દમણની મહિલા અગ્નિવીર અરજદારો માટે યોજાનારી આ રેલી 11 ડિસેમ્બરે પૂરી થશે. ઉમેદવારોની શારીરિક, તબીબી પરીક્ષા અને લેખિત સામાન્ય પ્રવેશ પરીક્ષાના 3 તબક્કામાં તપાસ કરવામાં આવી રહી છે. શારીરિક અને મેડિકલ પરીક્ષણમાં ઉત્તીર્ણ થનારા ઉમેદવારોએ લેખિત ટેસ્ટ આપવી પડશે. ઉમેદવારોની અંતિમ પસંદગી મેરિટનાં આધારે કરવામાં આવશે.



ત્યારબાદ તેઓને ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે લશ્કરી પોલીસ કોર્પ્સમાં જોડાવા માટે બોલાવવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે, પીવાના પાણી, ખોરાક, વોશરૂમ અને ચેન્જીંગ રૂમ તેમજ ભરતી રેલીની વિવિધ પ્રક્રિયા માટે સુવિધાની વ્યવસ્થા બોમ્બે એન્જિનીયરીંગ ગુ્રપ અને કેન્દ્ર ખાતે કરવામાં આવી છે. રેલીનાં સફળ આયોજન માટે રાજ્ય અને જિલ્લા પ્રશાસને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર, ઉપકરણો અને કર્મચારીઓની જોગવાઈ કરી છે.




મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઓગસ્ટમાં રાજ્યનાં તંત્રને અગ્નિવીર ભરતી રેલીઓ માટે તમામ શક્ય સહાયતા આપવા અને ઉમેદવારોની ભોજન, રહેઠાણ અને તબીબી સહાય માટેની જરૂરિયાતો પૂરી કરવા માટે નિર્દેશો જારી કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કટ ઓફના આધારે લગભગ 3 હજાર ઉમેદવારોને અગ્નિવીર મહિલા સૈન્ય પોલીસ રેલી માટે એડમિટ કાર્ડ આપવામાં આવ્યા છે. આ વર્ષે જૂનમાં, સંરક્ષણ મંત્રાલયે ત્રણેય સેવાઓમાં સૈનિકોની ભરતી માટે તેની નવી અગ્નિપથ પહેલની જાહેરાત કરી હતી. જ્યારે પ્રારંભિક નિમણૂક ચાર વર્ષ માટે છે પણ કુલ વાષક ભરતીમાંથી અગ્નિવીરોની પ્રત્યેક બેચના લગભગ 25 ટકાને સશસ્ત્ર દળોના નિયમિત કેડરમાં સામેલ કરાશે અને તેમણે 15 વર્ષની સેવાનો સમયગાળો પૂરો કરવો પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application