ભરૂચ-દહેજ બાયપાસ રોડ ઉપર ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું, આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના શેરપુરા વિસ્તાર નજીક આવેલ ચાંદની કોમ્પ્લેક્ષ પાસે રોડ પર લાગેલ વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.
જોત જોતા માં આખે આખું ટ્રાન્સફોર્મર ધડાકા સાથે આગ ની જ્વાળાઓ માં નજરે પડતા ઉપસ્થિત લોકોના જીવ એક સમયે ટાળવે ચોટ્યા હતા,સ્થાનિકોએ ફાયર એક્સટિંગ્વિશરથી આગ ઓલવવા પ્રયાસો કર્યા હતા જોકે તેઓને સફળતા ન મળતા આખરે ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગ માં જાણ કરવામાં આવતા અંતે ફાયર ફાઈટરોએ બાજી સંભાળી આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં તેને કાબુમાં લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે મોડી સાંજ ના સમયે આ ઘટના સર્જાઇ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે,ઘટનાના પગલે એક સમયે ભરૂચ-દહેજ માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો,જોકે ગણતરીના સમયમાં ટ્રાફિક હળવો થયો હતો,ઘટનામાં સદનસીબે કોઇ પ્રકારની જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ પણ રાહત નો શ્વાસ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025