ભરૂચના ભાડભૂત ગામે રાઠોડ ફળિયામાં રહેતાં કમલેશ રાઠોડ રાત્રીના સમયે ગણપતી જોઇ પરત આવી રહ્યાં હતાં. તે સમયે ગામના કમલેશ મિસ્ત્રી, શની માછી, ચંદ્રેશ માછી, પ્રકાશ માછી, પૃથ્વી માછી, રાજા માછી, દેવા માછી, વિશાલ માછી, રાઘવ માછી અને આકાશ માછી ગણપતી લઇને આવતાં હોઇ તેઓ અંદરો અંદર બોલાચાલી કરી ઝઘડો કરતાં હતાં જેથી તેમણે તેઓને ‘ઝઘડો શું કામ કરો છો’ તેમ કહીં છોડાવવા જતાં શની માછીએ તેને તું અમારા ઝઘડામાં કેમ બોલે છે. તેમ કહીં બધાએ એક સંપ થઇ તેના પર તુટી પડી માર માર્યો હતો. દરમિયાન ફળિયામાં રહેતાં ગણેશ શાંતીલાલ રાઠોડ તેમજ તેમના ભાભી શારદા રમેશ માછીએ આવી તેમને છોડાવવા વચ્ચે પણ તેમણે પણ માર મારી ઇજાઓ પહોંચાડી હતી. અરસામાં શની માછીએ સળિયાથી કમલેશ રાઠોડના માથામાં ઘા મારી દીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500