દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીનો અહેસાસ વધ્યો છે. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. બીજી તરફ, દિલ્હીમાં સૌથી વધુ ઠંડી મુંગેશપુરમાં રહી હતી અને ત્યાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આવી સ્થિતિમાં દિલ્હીને અડીને આવેલા વિસ્તારોમાં નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં ઠંડી વધી શકે છે. આ સિવાય હવામાન વિભાગે આગાહી કરી છે કે તા.16 ડિસેમ્બરે તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, દિલ્હીનાં તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, પર્વતો પર હિમવર્ષાના કારણે દિલ્હીમાં તાપમાન 2થી 3 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. નોંધનીય છે કે ગુરુવારે દિલ્હીમાં ફૂંકાયેલા પવનમાં ભેજનું સ્તર 36થી 92 ટકા જોવા મળ્યું છે. દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં 28 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાનો અંદાજ છે.
તે જ સમયે, હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે તા.16 ડિસેમ્બરે મુંબઈમાં 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ સિવાય જયપુરમાં તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. બીજી તરફ, કોલકાતામાં 21 ડિગ્રી સેલ્સિયસ, ચંદીગઢમાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500