દેશના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હોળી પછી તુર્ત જ એકાએક પારો ઉંચો જવા લાગ્યો છે સાથે ગરમી અને લૂનો કેર ફેલાઈ રહ્યો છે. પરંતુ આ આગ ઝરતી ગરમીમાંથી લોકોને જલ્દી રાહત મળી શકશે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આ વર્ષે ચોમાસુ થોડું વહેલું શરૂ થશે તેથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને બંગાળ સહિત કેટલાયે રાજ્યોમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે.
હવામાન વિભાગની પુના સ્થિત મુખ્ય લેબોરેટરી દ્વારા લાંબા સમયની નોંધો ઉપરથી તૈયાર કરાયેલા મલ્ટી મોડેલ, એક્સટેન્ડેડ રેન્જ, પ્રિડિક્શન સીસ્ટીમનો ઉપયોગ કરી આ અનુમાન આપ્યું છે. IITMના ટોપ એક્સપર્ટે કહ્યું છે કે. 5 મેથી 1 જૂન સુધીમાં જે અનુમાન લગાડાયું છે તે પ્રમાણે તા.20મી મે પછી કોઈ પણ સમયે કેરળના સમુદ્રતટના વિસ્તારમાં ચોમાસુ શરૂ થઈ જશે. આ વર્ષે વહેલો વરસાદ શરૂ થવા સંભવ છે. સામાન્યત: કેરળમાં ચોમાસુ તા.1લી જૂનથી શરૂ થાય છે અને 15 થી 20 જુન સુધીમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ચોમાસુ શરૂ થઈ જાય છે.
પરંતુ દિલ્હી, એન.સી.આર. ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ અને મધ્ય પ્રદેશ સહિત પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમી પડવા સંભવ છે. સાથે લૂનો પણ પ્રકોપ વધશે. કેરળમાં ચોમાસુ શરૂ થયા પછી 15 દિવસમાં ઉત્તર ભારતમાં વરસાદ શરૂ થવા સંભવ છે. આ માહિતી આપતા હવામાન વિભાગ જણાવે છે કે, આમ છતાં તા.20 મે પછી ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500