ભરૂચ તાલુકાનાં દયાદરા ગામમાં રહેતી પરણીતાને પતિ સહીત સાસરીયા દ્વારા શારીરિક અને માનસીક ત્રાસ આપતા હોવાની મહિલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઘોડી અને હાલ ભરૂચ તાલુકાનાં દયાદરા ગામમાં રહેતી યુવતીનાં લગ્ન વર્ષ-2004માં સલીમ મુસા બાજીભાઈ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને સંતાન સુખ પ્રાપ્ત થયું છે. લગ્નનાં એક વર્ષમાં મહિલા ગર્ભવતી બનતા પતિ દ્વારા ઘરના કામ બાબતે લડાઈ ઝઘડા કરતા હતા. જયારે પરિણીતાની બંને નણંદો મદીના યુસુફ બાજીભાઈ, રીઝવાના હારુન ગની અને નણંદોઈ હારુન અલ્લી ગનીએ પતી સાથે પરિણીતાને કાઢી મૂકી હતી ત્યારબાદ પતિ વિદેશ ગયા બાદ પરત આવીને પણ પરિણીતા સાથે મારઝૂડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા મહિલાએ પતિ, નણંદો અને નણંદોઈ વિરુદ્ધ ભરૂચ મહિલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application