અમદાવાદનાં દેત્રોજ તાલુકાનાં કરણપુરા ગામનાં મહિલા સરપંચનાં પતિને એ.સી.બી.એ રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. સ્મશાનની દીવાલનું બીલ મંજૂર કરવા માટે આરોપીએ બીલની રકમના દસ ટકા લાંચ માંગી હતી અને રકઝકનાં અંતે રૂપિયા 10 હજાર આપવાનું નક્કી થયા બાદ ફરિયાદીએ એ.સી.બી.માં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, એ.સી.બી.ની ટીમે દેત્રોજ તાલુકાની અમૃત બા હોસ્પિટલની બહાર ચાની કીટલી પર રૂપિયા 10 હજારની લાંચ સ્વીકારતા કિશનજી કેશાજી ઠાકોરને ઝડપ્યો હતો. પોલીસ તપાસમાં પકડાયેલા આરોપી કિશનજીની પત્ની હેતલબહેન કરણપુરા ગામના સરપંચ છે.
જોકે ફરિયાદીએ ગ્રામ પંચાયતની સ્મશાનની દીવાલ બનાવવાનું કામ કર્યું હતુ. આ કામનું બીલ મંજૂર કરવા માટે સરપંચનાં પતિએ બીલની રકમના દસ ટકા લેખે રૂપિયા 12,500/-ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ સરંપચ હેતલબેનનાં ઘરે જઈ પતિ-પત્ની સાથે વાત કરી રકઝકના અંતે રૂપિયા 10 હજારની લાંચ આપવાનું નક્કી થયું હતું. બનાવ અંગે ફરિયાદીએ એ.સી.બી.માં ફરિયાદ કરતા સરપંચ હેતલબેનનાં પતિ કિશનજી ઠાકોરને લાંચનું છટકું ગોઠવીને પકડી લેવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application