Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં બફર સ્ટોકનાં રૂપમાં 20 ટકા વધારે માત્રા સાથે 3 લાખ ટન ડુંગળી ખરીદી

  • July 17, 2023 

ટામેટાનાં વધતા ભાવને ધ્યાનમાં રાખીને ડુંગળીનાં ભાવ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં બફર સ્ટોકનાં રૂપમાં 20 ટકા વધારે માત્રા સાથે 3 લાખ ટન ડુંગળી ખરીદી છે. ડુંગળીનાં બફર સ્ટોકને વધુ સમય સુધી સુરક્ષિત રાખવા માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી)ની સાથે ડુંગળીના વિકિરણનું પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે તેમ ગ્રાહક બાબતોનાં સચિવ રોહિત કુમાર સિંહે આજે આ માહિતી આપી હતી. નાણાંકીય વર્ષ 2022-23માં સરકારે બફર સ્ટોક સ્વરૂપે 2.51 લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી હતી.



ઉલ્લેખનીય છે કે, જો ઓછા ઉત્પાદનવાળી સિઝનમાં ડુંગળીનાં ભાવ વધી જાય છે તેવા સમયે ભાવ સ્થિર કરવા માટે બફર સ્ટોકનો ઉપયોગ કરવામાં આવે છે. રોહિત સિંહે જણાવ્યું હતું કે, તહેવારોની સિઝનમાં કોઇ પણ સ્થિતિનો સામનો કરવા માટે સરકારે ચાલુ વર્ષે બફર સ્ટોકમાં ભારે વધારો કરી ત્રણ લાખ ટન ડુંગળી ખરીદી કરી છે. બફર સ્ટોક માટે જે ડુંગળી ખરીદવામાં આવી છે તે તાજેતરમાં જ સમાપ્ત થયેલ રવિ સિઝનની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application