મહિલાઓની સુરક્ષા માટે અનેક કાયદા બનાવવામાં આવ્યા છે તેમ છતાં દરોરોજ દુષ્કર્મના કેસ સામે આવતા જ રહે છે. રોજબરોજ મહિલાઓ વિરુદ્ધ અપરાધના મામલા વધતા જ જઈ રહ્યા છે. હવે રાજધાની દિલ્હીથી દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં એક મહિલા સાથે તેના જ મિત્રએ દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. મહિલાએ આ મામલે FIR નોંધાવી છે. તમને જણાવી દઈએ કે, આ મામલો એક વર્ષ જૂનો છે.
મહિલાએ દક્ષિણ દિલ્હીના રહેવાસી અમિત નામના યુવક પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ મામલો એક વર્ષ જૂનો છે પરંતુ તારીખ 3 ઓક્ટોબરનાં રોજ FIR નોંધવામાં આવી છે. મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, મારા પતિનું ગત વર્ષે મૃત્યુ થઈ ગયુ હતું. ત્યારબાદ હું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ દ્વારા આરોપીના સંપર્કમાં આવી હતી. તેનો દિક્ષણ દિલ્હીમાં બિઝનેસ છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં આરોપી અમિતે મને ફાઈવ સ્ટાર હોટલમાં બોલાવી હતી અને પછી મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાની ફરિયાદ પર 3 ઓક્ટોબરના રોજ ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. પોલીસે હવે આ મમાલે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application