Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં નવા બસ સ્ટેશન નજીકથી જાહેર સુલેહ શાંતિ ભંગ વિરુદ્ધનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • October 06, 2024 



મનિષા એસ. સુર્યવંશી/તાપી : સુરત ગ્રામ્ય જિલ્લાની માંડવી પોલીસ સ્ટેશનમાં જાહેર સુલેહ શાંતિ ભંગ વિરુદ્ધનાં ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને વ્યારાનાં સ્ટેશન રોડ પરનાં નવા બસ સ્ટેશનની સામેના રોડ ઉપરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૫/૧૦/૨૦૨૪નાં રોજ ખાનગી વાહનમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન અ.પો.કો. ધનંજયભાઈ ઈશ્વરભાઈ તથા એલ.સી.બી.નાં પો.કો. અરૂણભાઈ જાલમસિંહ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, વ્યારાનાં સ્ટેશન રોડ પરનાં નવા બસ સ્ટેશનની સામેના રોડ ઉપરથી સુરત ગ્રામ્ય જિલ્લાની માંડવી પોલીસ સ્ટેશનમાં જાહેર સુલેહ શાંતિ ભંગ વિરુદ્ધનાં ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી નારસીંગ સુરતીભાઈ વસાવા (ઉ.વ.૪૫., રહે.સામરકુવા, સરા ફળિયું, તા.સોનગઢ, જિ.તાપી)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application