ગાંધીનગરમાં ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસે વાહન ચેકીંગ દરમ્યાન એક કારમાંથી વિદેશી દારૂની ૨૮૭ જેટલી બોટલ જપ્ત કરી હતી અને નિકોલના કાર ચાલકને ઝડપી રૂપિયા ૧૦.૩૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. બનાવ અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચિલોડા હિંમતનગર હાઇવે ઉપરથી પસાર થતી એસટી બસમાં મુસાફરના સ્વાંગમાં ઘણા બુટલેગરો દારૂની હેરાફેરી કરે છે ત્યારે હવે ખાનગી લક્ઝરીમાં પણ આ રીતે વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યો છે જેથી પોલીસ દ્વારા અહીં સતત વાહનચેકીંગ કરવામાં આવે છે અને રાજસ્થાન તરફથી આવતા વાહનો ચકાશવામાં આવી રહ્યા છે. ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન હિંતમનગર તરફથી આવતી એક કારને ઉભી રાખી હતી અને તેમાં તપાસ કરતા વિદેશી દારૂની ૨૮૭ જેટલી બોટલો મળી આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application