સુરત શહેરનાં ઉગત-ભેંસાણ રોડ સ્થિત ગ્રીન પેરેડાઇઝમાં રહેતા બેંક કર્મચારી રવિન્દ્ર બાબુભાઇ ભંડેરી (ઉ.વ. 45)ની પત્ની નીતા 2 વર્ષથી યુ.એસ.એ.ની એલ.એલ.પી કંપનીમાં વર્ક ફ્રોમ હોમ થકી ઓનલાઇન એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. જોકે નીતાની સાથે એલ.એલ.પી કંપનીમાં ઓનલાઇન નોકરી કરતી નેતલ (રહે.વડોદરા) સાથે ઓનલાઇન મિત્રતા થઇ હતી અને નીતાએ રવિન્દ્ર સાથે પણ ઓનલાઇન ઓળખાણ કરાવી હતી. દરમિયાનમાં ગત જુન મહિનામાં નેતલે નીતાને કોલ કરી મારા પતિ પાસે સારી લાઇન છે, તે તમને પૈસા કમાવવામાં મદદ કરશે એમ કહી પતિ જયરાજનો સંર્પક કરાવ્યો હતો.
જેથી જયરાજે પોતે સોના-ચાંદીનો વેપારી હોવાનું અને મારી પાસે સોનાના બિસ્કીટ ખરીદવા માટેની ડીલ આવતી હોય છે. જેથી બિસ્કીટ ખરીદવા હોય તો તમને સસ્તામાં પડશે એમ કહી રૂપિયા 1.95 લાખમાં 3 સોનાના બિસ્કીટ ખરીદવાની ઓફર કરી હતી. જે તે વખતે રવિન્દ્ર પાસે પૈસા ન હોવાથી ઇન્કાર કરતા પાંચ-છ દિવસમાં પેમેન્ટની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. જેથી રવિન્દ્રએ ટુક્ડે-ટુક્ડે ઓનલાઇન માધ્યમથી કુલ રૂપિયા 1.95 લાખ ટ્રાન્સફર કરતા જયરાજે 10 જુલાઇએ બિસ્કીટ મળી જશે તેવો વાયદો કર્યો હતો. પરંતુ વાયદા મુજબ બિસ્કીટ નહીં મળતા રવિન્દ્રએ બિસ્કીટના બદલે પેમેન્ટ પરત આપવાનું કહેતા જયરાજે આજ દિન સુધી વાયદા કર્યા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application