Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે ભાઈ ઉપર સસરા અને બે સાળાઓએ ધોકા વડે હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • November 22, 2023 

ગાંધીનગર શહેર નજીક આવેલા ભાઈજીપુરા ચાર રસ્તા પાસે ફ્ટની લારી ચલાવતા યુવક અને તેના ભાઈ ઉપર સસરા અને બે સાળાઓએ ધોકા વડે હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, અમદાવાદના સૈજપુર આંબેડકરનગર ખાતે રહેતા અજય બાબુભાઈ પટણીએ ફરિયાદ નોંધાવી હતી કે, તે અને તેનો ભાઈ રાહુલ ગાંધીનગર કોબા હાઇવે ઉપર ભાઈજીપુરા ચાર રસ્તા પાસે ફ્ટની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે સાંજના સમયે આ બંને ભાઈઓ લારી ઉપર હાજર હતા.



તે વખતે ભાઈજીપુરા ખાતે જ રહેતા રાહુલના સસરા રાજેશભાઈ પટણી તેમજ બે સાળા કેતન અને વિશાલ ત્યાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ કહેવા લાગ્યા હતા કે, તમે લોકો મારી દીકરીને કેમ હેરાન કરો છો તેમ કહી ગાળા ગાળી કરીને ધોકા વડે હુમલો કરવા લાગ્યા હતા. બંને ભાઈઓને માર મારતા તેઓ ભાગવા લાગ્યા હતા અને માથામાં લોહી પણ નીકળ્યું હતું. જેથી રિક્ષામાં બેસી ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યા હતા. ઘટના અંગે ઇનફોસિટી પોલીસે પિતા અને બે પુત્ર સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News