સોનગઢ તાલુકાનાં અગાસવાણ ગામનાં સોનિષભાઈ દેવચંદભાઈ ગામીત (ઉ.વ.19) નાને ગામમાં યુવતી સાથે એકતરફી પ્રેમ કરતો હોય તે નાસીપાસ થઈ ગત તા.15 જૂને ઘરે થી પોતાની મોટર સાયકલ લઈ નીકળી ગયો હતો. જે અંગે યુવકના માતાપિતાએ સોનગઢ પોલીસમાં ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી શોધખોળ હાથ ધરી હતી.
તે દરમિયાન ગુમ થયેલ યુવકની બાઇક નંબર GJ/26/L/6798 સાપુતારાના ટેબલ પોઇન્ટ પર બિનવારસી હાલતમાં મળી આવી હતી. જે અંગે સગાંવહાલાં અને મહારાષ્ટ્ર પોલીસે ટેબલ પોઇન્ટના સુસાઈટ પોઇન્ટ તરીકે ઓળખાતી ખીણ સાઈડે તપાસ હાથ ધરતા મહારાષ્ટ્ર હદમાં આવતી ઊંડી ખીણમાં ગુમ થયેલ યુવકનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો.
જેની ઓળખ તેના પિતાએ કરી યુવકે પ્રેમમાં નિષ્ફ્ળતા મળતા પગલું ભર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું. બનાવ અંગે શૂરગાણા પોલીસે પંચનામું કરી લાશને પીએમ માટે મોકલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500