નર્મદા જિલ્લાના ઓરી ગામની યુવતી નો ગામની નર્મદા નદી કિનારે થી મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓરી નવીનગરીમાં રહેતી ઋષિકા બેન ભાયાભાઈ વસાવા(ઉ.વ.18) પોતાના ઘરેથી ગામમાં દુકાને જાઉં છુ તેમ કહી નીકળી હતી જે ઘરે પરત નહીં આવતા પરિવારે શોધખોળ કરતા ઋષિકાબેનની ઓરી ગામની નર્મદા નદીના ઓવારા પાસે પાણીમાં ડુબી જતા મૃત હાલતમાં મળી આવતા ગામમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા ત્યારે આ યુવતીની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી હશે એ બાબતે રહસ્ય હજુ અકબંધ હોય હાલ પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application