મનિષા એસ. સુર્યવંશી/તાપી : સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં ધોરણ પારડી ગામની હદમાં રીલીફ હોટલની સામે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પરથી ટ્રકમાંથી ભારતીય બનાવટના 24 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડી કૂલ રૂપિયા 44.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો જયારે આ કામે ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો આજરોજ સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન એ.એસ.આઈ. મુકેશભાઈ જયદેવભાઈ તથા અ.હે.કો. અનિલભાઈ રામજીભાઈ તથા અ.હે.કો. કાર્તિકગીરી ચેતનગીરી નાંઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક કન્ટેનર ટ્રક નંબર MH/46/AR/2128નો ચાલક પોતાના કબ્જાનાં કન્ટેનર ટ્રકમાં દમણ તરફથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર-48 ઉપર થઈ અંકલેશ્વર તરફ જનાર છે તેમજ હાલ કન્ટેનરનાં ચાલકે પલસાણા પાસ કરેલ છે તેવી બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ધોરણ પારડી ગામની હદમાં રીલીફ હોટલની સામે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર-48 ઉપર વોચમાં હતા.
તે દરમિયાન બાતમીવાળો કન્ટેનર ટ્રક આવતાં જોઈ ટ્રકને રોકી તેમાં તપાસ હાથ ધરતા ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી અલગ અલગ બ્રાન્ડની કૂલ 10,356 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 24,48,960 હતી. ત્યારબાદ પોલીસે ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, હનુમાનરામ મુલારામ ઝાંટ(થોરી) (રહે.નોખડા, જગરામ કી ઢાણી, થાના ગુડામાલાની, જિ.બાડમેર, રાજસ્થાન)નાં હોવાનું જણાવ્યું હતું. જોકે વધુ પૂછપરચ કરતા આ દારૂનો જથ્થો રમેશ ચૌધરીએ ભરવી આપ્યો હતો અને દારુ ભરેલ કન્ટેનર ટ્રક ચારોઠિ નજીક આપવા આવેલ રમેશ ચૌધરીનો માણસ તથા દારૂનો જથ્થો ભરી ટ્રક આપવાનો હતો.
તે અરજણ પત્તારામ જાંટ (રહે.રાજસ્થાન) તેમજ વિદેશી દારૂના જથ્થો મંગાવનાર અજાણ્યા ઈસમ સહીત ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 24,48,960/- અને કન્ટેનર ટ્રક જેની કિંમત રૂપિયા 20,00,000/- તથા એક નંગ મોબાઈલ મળી કૂલ રૂપિયા 44,55,960/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે પકડાયેલ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500