વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ એસટી ડેપોના બાથરૂમમાં ગટરલાઈનમાં માતા નવજાત શિશુને ફેંકીને ફરાર થઈ ગઈ હતી. પોલીસ સયાજીગંજ પોલીસે તુરંત દોડી આવી નવજાતને એસએસજીમાં લઈ જતા હાજર તબીબોએ શિશુને મૃત જાહેર કર્યું હતું. પોલીસે નવજાત શિશુનું પીએમ કરાવવા સાથે તેની તરછોડી જનાર માતાની પણ શોધખોળ શરૂ કરાઈ છે. વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં ભાડેથી રહેતા મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે હું સેન્ટ્રલ એસ.ટી. ડેપો વડોદરા શહેર ખાતે છેલ્લા એક વર્ષથી સફાઈ કર્મચારી તરીકે નોકરી કરી મારું જીવન ગુજરાન ચાલવું છું અને મારો નોકરીનો સમય બપોરના ત્રણ વાગ્યાથી લઈને રાત્રીના દશ વાગ્યા સુધીનો છે.
બે માર્ચના રોજ બપોરના ત્રણ વાગ્યે હું સેન્ટ્રલ એસ.ટી. ડેપો ખાતે નોકરી ઉપર આવેલ અને અલગ અલગ જગ્યાએ સાફ-સફાઈ કરી પાંચેક વાગ્યાના સમયે ડેપોમાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે આવેલ લેડીઝ બાથરૂમ નંબર-71 ખાતે સાફ સફાઇ કરવા ગઈ હતી. ત્યારે બાથરૂમમાં પાણી ભરેલું હોય અને પાણી ઉભરાતું હોય જેથી મેં બાથરૂમમાં એક જગ્યાએ સાફસફાઇ માટે ગટરલાઈન તોડેલ હતી. તે દરમિયાન જગ્યાએ જોતા તોડેલ ગટરલાઈનમાંથી એક માનવ ભ્રૂણ અડધુ બહાર આવેલું જણાઈ રહ્યું હતું. જેથી મે એસ.ટી.ડેપોના સિક્યુરિટીના માણસોને બોલાવતા તેઓએ પોલીસને જાણ કરતા સયાજીગંજ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ગટરલાઇનમાં ફસાયેલ ભ્રૂણને ગટર તોડી બહાર કાઢવામાં આવ્યું હતું.
જે ભ્રૂણ જોતા એક નવજાત શીશુ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસ દ્વારા ભ્રૂણને એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું અને ફરજ પરના તબીબોએ તપાસ કરતા આ ભ્રૂણ આશરે પાંચ થી છ મહિનાનું તાજું જન્મેલ બાળકનું ભ્રૂણ મૃત હાલતમાં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે નવજાત શિશુના મૃતદેહનું પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસટી ડેપો ખાતે 2 એપ્રિલના રોજ 5 વાગ્યા પહેલાના સમયગાળા દરમિયાન માતા નવજાત શિશુને તરછોડી જતી રહી હોય તેના વિરુદ્ધ પણ ભારે ફિટકાર જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આ નવજાત શિશુની માતાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500