ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઇડ સંઘ અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે સ્કાઉટ ગાઇડ દરિયાઈ કેમ્પ ઓખા જિ.દેવભૂમિ દ્વારકા મુકામે તારીખ 17-03-2025થી 21-03- 2025 દરમિયાન યોજાયો હતો. જેમાં અસ્તાન કન્યા વિદ્યાલય બારડોલીના કુલ 11 ગાઇડ બહેનો, પુના શાળાના 4 અને અનાવલ શાળાના 6 સ્કાઉટ બાળકોએ ભાગ લીધો હતો. તેઓની સાથે સુરત જિલ્લા ગાઇડ કમિશનર પી.એસ.ચૌધરી, સ્કાઉટ માસ્ટર શાંતિલાલ ચૌધરી, ધીરુભાઈ પટેલ જોડાયા હતા.
સદર કેમ્પમાં ઇન્ડિયન નેવી, કોસ્ટલ ગાર્ડ, કોસ્ટલ એરિયા સિક્યુરિટી-દરિયાઈ સીમા સુરક્ષા, નૌસેનાની ભૂમિકા, દીવાદાંડીની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 180થી વધુ સ્કાઉટ ગાઇડ બાળકોએ ભાગ લીધો હતો તેમજ ભાગ લેનાર તમામ બાળકોને રાજ્ય સંઘ અને રાજ્ય સરકાર તરફથી યુનિફોર્મ, સ્કાર્ફ, બેગ અને બૂટ મોજા ભેટમાં આપવામાં આવ્યા હતા. તમામ બાળકોને સુરત જિલ્લા સ્કાઉટ ગાઇડ ચીફ કમિશનર માનસિંહભાઈ પટેલ, જિલ્લા મંત્રી પ્રેમકુમાર ગોસ્વામીએ અભિનંદન પાઠવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500