વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન સરકારશ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો મારફત ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ વિવિધ સમયે તબકકાવાર ખૂલ્લુ મુકવામાં આવ્યુ હતુ. વલસાડ જિલ્લાના ખેડૂતો દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ કરવામાં આવી છે અને કચેરી દ્વારા મળેલા સાધનિક કાગળો સાથેની અરજીઓની વિગતવાર ચકાસણી કરી પૂર્વમંજુરી આપવામાં આવી છે.
ઉકત પૂર્વમંજુરીઓ આપેલ અરજીઓના કલેઈમ/સહાય દરખાસ્ત રજૂ કરેલ નથી એવા તમામ ખેડૂતો દ્વારા અરજી કરેલી યોજનાના કલેઈમ જરૂરી સાધનિક કાગળો પુર્તતા સાથે, ખરીદ બિલો અને પ્રોજેક્ટ પ્રપોઝલ તા.૩૧/૦૧/૨૦૨૩ સુધીમાં નાયબ બાગાયત નિયામક, જીલ્લા સેવા સદન-૧,પહેલો માળ, વલસાડ-૩૯૬૦૦૧ કચેરી ખાતે અચૂક જમા કરાવવાના રહેશે. જરૂરી સાધનિક કાગળો વિનાની તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. જેની ખેડૂત મિત્રોને ખાસ નોંધ લેવા નાયબ બાગાયત નિયામક, વલસાડની અખબાર યાદીમાં જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500