Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Crime : યુવકની હત્યા કરી નગ્ન હાલતમાં મૃતદેહ ફેંકી દેવાના પ્રકરણમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • February 27, 2024 

આજથી નવ મહિના અગાઉ સનાથલ બ્રિજના છેડે અનૈતિક ધંધો કરતી રૂપલલનાઓ પાસેથી પૈસા ઉઘરાવવા મુદ્દે થયેલી માથાકૂટમાં યુવાનને માર મારી હત્યા કરી નગ્ન હાલતમાં મૃતદેહ ફેંકી દેવાના પ્રકરણમાં નાસતા ફરતા આરોપીને ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લીધો હતો. પોતાના પાંચ સાગરિતો સાથે મળી હત્યાને અંજામ આપી વોન્ટેડ આરોપી વૈષ્ણવદેવી સર્કલ પાસે ભાડાના મકાનમાં રહી પોલીસને નવ મહિનાથી હાથતાળી આપતો રહેતો હતો. આજથી નવેક મહિના અગાઉ સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સનાથલ બ્રિજ પાસે એક વ્યક્તિને માર મારી નગ્ન હાલતમાં મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો. જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો.


ઘટનાનાં પાંચ મહિના પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપી અરવિંદ ઉર્ફે અન્નનો ઠાકોર, દિવ્યાશું ઉર્ફે દેવો ચૌહાણ, બેચર ઠાકોર, શુભમસિંઘ નરસિંઘ ઠાકુર, જીગર ચૌહાણ અને શભુ પરમારે પપ્પુ નિશાદ નામના યુવકની હત્યા કરીને મૃતદેહ નગ્ન અવસ્થામાં ફેંકી દીધો હતો. પોલીસ તપાસમાં સામે આપ્યું હતું કે મૃતક પપ્પુ નિશાદ અને આરોપીઓ વચ્ચે અનૈતિક ધંધા માટે પૈસા ઉઘરાવવાની બાબતે ઝઘડો થયો હતો. સરખેજના સનાથલ બ્રિજના છેડે યુવતીઓ ચોરી છુપેથી દેહવેપારની પ્રવૃત્તિઓ કરતી હતી. આરોપીઓ એમની પાસેથી દેહવેપારના ધંધામાં સરળતા રહે તે માટે નાણા ઉઘરાવતા હતા. આ બાબતની જાણ પપ્પુ નિશાદને થતા તેને પણ દેહવેપાર કરતી યુવતીઓ પાસે પૈસાની માંગણી કરી હતી.


જેથી આરોપીઓ અને મૃતક વચ્ચે ઝઘડો થયો હતો. 23 એપ્રિલના રોજ રાત્રે આ બાબતની અદાવત રાખી આરોપીઓએ પપ્પુને દંડાથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારીને નગ્ન અવસ્થામાં મૃતદેહ ફેંકી દીધો હતો. આ હત્યા બાદથી શુભમસિંઘ નરસિંઘ ઠાકુર પોલીસ ચોપડે વોન્ટેડ હતો. જેનાં પગલે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ સેટ્ટીએ ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચનાઓ આપતા લોકલ ક્રાઇમ બ્રાંચનાં પીઆઈ ડી બી વાળાએ ઉક્ત ગુનામાં નાસતા ફરતા શુભમસિંઘ નરસિંઘ ઠાકુર તરફ ધ્યાન કેંદ્રિત કર્યું હતું. આ દરમિયાન મળેલી બાતમીના આધારે એલસીબીએ શુભમસિંઘ ઠાકુરને (રહે, વૈષ્ણવદેવી સર્કલ પાસે, ગોતા હાઉસીંગ ભાડાના મકાનમાં, મૂળ રહે. ચાંગોદર) ઝડપી લીધો હતો. જે હત્યાના ગુનાને અંજામ આપી પોલીસ ધરપકડથી બચવા ગોતા હાઉસીંગમાં ભાડાનાં મકાનમાં રહેવા લાગ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application