ઉત્તરપ્રદેશનાં બલિયામાં હીટ વેવને કારણે અનેક લોકોનાં મૃત્યુ થયા બાદ કેન્દ્ર સરકાર આ અંગે એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દેશભરમાં હીટ વેવથી બચવા માટેની તૈયારીઓને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં લોકોને જાગૃત કરવા અને હીટ સ્ટ્રોકથી બચવા માટે આરોગ્ય સેવાઓની સજ્જતા અંગે વિચાર મંથન થશે. મીડિયા અહેવાલો અનુસાર, તારીખ 15 જૂનથી તારીખ 18 જૂન સુધી હીટવેવને કારણે ઉત્તરપ્રદેશનાં બલિયામાં જિલ્લા હોસ્પિટલમાં ઓછામાં ઓછા 68 દર્દીઓના મોત થયા હતા. ઉત્તરપ્રદેશનાં આ વિસ્તારમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. જોકે તેમના મોટા ભાગના દર્દીઓ અન્ય બીમારીઓથી પીડિત હતા અને હીટવેવએ તેમની સમસ્યાઓમાં વધારો કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application