વડાપ્રદાનશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કેબિનેટે 'My BHARAT' નામનું એક પ્લેટફોર્મ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'My BHARAT' પ્લેટફોર્મ પર કરોડોની સંખ્યામાં દેશ વિદેશથી યુવાઓ તેના પર જોડાશે. આ પ્લેટફોર્મ ભારતને બનાવવાનું સપનું સાકાર કરશે. આના દ્વારા યુવાનો તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકશે. આ પ્લેટફોર્મ તારીખ 31 ઓક્ટોબરે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ જ દિવસે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પણ છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, દેશ દરેક માટે પ્રાથમિકતા છે. ભારતના વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખી અમે 'My BHARAT' પ્લેટફોર્મ લઈને આવ્યા છીએ. તે યુવાઓની ભાગીદીરી માટે જ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application