Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

UPI એપથી બેંકનાં ખાતાદીઠ રોજનાં 20થી વધુ ટ્રાન્ઝેક્શન કરવામાં આવતાં આર્થિક વહેવારો ચાર્જેબલ થશે

  • June 08, 2023 

UPI ટ્રાન્ઝેક્શન કરાવવા પર આરંભમાં કોઈ જ મર્યાદા ન રાખીને ત્યારબાદ તેના પર યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ પરથી કોઈપણ વ્યક્તિ તેના મર્યાદા મૂકીને ચાર્જ લેવાનું આરંભ કરનાર બેન્કો UPI એપથી બેંકનાં ખાતાદીઠ રોજના 20થી વધુ વ્યવહારો-ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા આર્થિક વહેવારોને પણ ચાર્જેબલ બનાવવાની શકશે નહિ. આ સાથે જ એ.ટી.એમ.માંથી પૈસા ઉપાડવા કે જમા દિશામાં આગળ વધી રહી હોવાનો નિર્દેશ પણ મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ એચડીએફસી, સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા, આઈ.સી.આઈ.સી.આઈ. બેંક સહિતની બેંકએ રોજના 20થી વધુ ટ્રાન્ઝેક્શન કરી શકે તેવી મર્યાદા મૂકી દીધી છે.


વીસ વહેવાર થઈ ગયા પછી UPI એપનો ઉપયોગ કરવા માટે 24 કલાકની રાહ જોવી પડશે. અત્યાર સુધી કોઈપણ ખાતેદાર રોજના ગમે તેટલા ટ્રાન્ઝેક્શન કરી શકતા હતા. હવે એનપીસીઆઈ તેની સંખ્યા ઘટાડીને રોજના  20 કરી રહી છે. આ સંજોગોમાં રોજના 20થી વધુ વહેવારો કરવા હોય તેમણે ચોક્કસ ચાર્જ ચૂકવવો પડશે તેવી દરખાસ્ત જોવી પડશે. પણ આગામી વરસોમાં આવી શકે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. નેશનલ પેમેન્ટ કોર્પોરેસન ઓફ ઇન્ડિયાએ કરેલી વ્યવસ્થા મુજબ નાની બેન્કના ખાતેદારો UPIનાં માધ્યમથી રોજના એક ખાતેદાર રૂપિયા 25,000/-નાં મૂલ્ય સુધીનાં ટ્રાન્ઝેક્શન કરી શકે તેવી જોગવાઈ કરી હતી.


તેની સામે મોટી બેંકના ખાતેદારો રોજના રૂ.1 લાખનાં મૂલ્યના આર્થિક વહેવારો કરી શકે તેવી જોગવાઈ કરેલી છે. દરેક બેંકએ પોતાની રીતે આર્થિક વહેવારના દૈનિક મૂલ્યની મર્યાદા મૂકી દીધી છે. એનસીપીઆઈ-નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ રોજના ટ્રાન્ઝેક્શનની સંખ્યા કેટલી રાખવી તેના પર પણ મર્યાદા મૂકી દીધી છે. નવા નિયંત્રણ મુજબ કોઈ એક વ્યક્તિ રોજના 20થી વધુ વ્યવહાર કરી શકશે નહિ. વીસ વ્યવહાર પૂરા થઈ ગયા પછી તેમે 24 કલાક સુધી નવા વ્યવહા૨ ક૨વા માટે રાહ જોવી પડશે. ઓલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ.વેંકટચલમનું કહેવું છે કે આ એક વિચિત્ર વિરોધાભાસ છે.

એક તરફ તેમને બધું જ ડિજિટલ કરવું છે. તેમને ફિઝિકલ ટ્રાન્ઝેક્શન થાય તેમા રસ નથી. બીજી તરફ તેઓ યુપીઆઈ એપથી કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર મર્યાદા મૂકી રહ્યા છે. તેની મોટી અસર નાના દુકાનદારોના બિઝનેસ પર પડશે. હવે લોકો ડિજિટલ પેમેન્ટ કરવા ટેવાવા માંડ્યા છે. તેથી રોકડના વહેવાર કરવાના ઓછા થયા છે. આ સંજોગોમાં દુકાનદારને હવે લોકોએ રોકડા નાણાં આપીને ખરીદી કરવી પડશે. આમ જૂની વ્યવસ્થા તરફ જ ફરીથી ધકેલાઈ જવાની સંભાવના છે. દુકાનદારો રોકડમાં વહેવાર ન કરી શકે તો તેમના ધંધા તૂટી પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application