એક ત્રાહિત વ્યક્તિએ 181મહિલા હેલ્પલાઇનમા કોલ કરી જણાવેલ કે, એક મહિલા અને બાળક સોનગઢ બ્રિજ નીચે ઘણા સમયથી બેઠેલા છે અને રાત્રીના સમયે કોઈ અજુગતી ઘટનાનો ભોગ ના બને તે માટે મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો. જેથી અભયમ રેસ્ક્યુ ટીમ વ્યારા તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત દ્વારા તેના ભાઈનું સરનામું મેળવી બાળક સહિત પહોંચાડવામાં આવ્યા હતા.
ઉચ્છલ પાસેના ગામના દંપતી કડિયા કામ કરી રોજગારી મેળવવા સોનગઢ રહેતા હતા આહૂરીબેન (નામ બદલેલ છે) અંદાજે 35 વર્ષના હતા. જેઓને ત્રણ વર્ષનું બાળક હતું. બંનેની મજૂરી કામના રૂપિયા માંથી આહૂરીબેનના પતિ વ્યસન કરતા જેથી બંને વચ્ચે અવાર-નવાર ઝગડા થતા હતા અને ફરી પાછું વ્યસનના બાબતને લઇ બંને વચ્ચે ઝગડો થતા તેનો પતિ બાળક સહિત તેને મૂકી ભાગી ગયા હતા, આહૂરીબેન અજાણ્યા હોવાથી કયાં જવું પરંતુ સમજ ના પાડતા બ્રિજ નીચે બાળક સહિત બેઠા રહ્યા હતા.
અભયમ ટીમએ આહુરીબેન ને પૂછતાં તેઓ એ જણાવેલ કે તેના પતિ કયાં રહે છે તેની જાણકારી કે મોબાઈલ નંબર પણ ના હતો અને તેમને પતિ પાસે જવાનું પણ ના કહ્યું હતું. અભયમ ટીમેં ઉચ્છલ રહેતા ભાઈનું સરનામું મળતા બાળક સહિત માતાને તેમના ભાઈ સુધી પહોંચાડ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500