રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિણર્યની સાથે જ હવે દરેક પ્રકારની લોન મોંઘી થઇ જશે. RBIનાં અનુસાર નવો રેપો રેટ વધીને 6.25 ટકા થઇ જશે જે પહેલા 5.90 ટકા જેટલો હતો. RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે નવા રેપો રેટની જાહેરાત કરી છે. રેપો રેટમાં વધારાની આગાહી પહેલાથી જ કરવામાં આવી રહી હતી. આ અગાઉ પણ ઘણા નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી હતી કે, ફુગાવામાં રાહત હોવા છતાં કેન્દ્રીય બેંક પોલિસી રેટમાં 25-35 બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે.
નોંધપાત્ર વાત એ છે કે, દેશમાં મોંઘવારી લાંબા સમયથી ઊંચા સ્તરે રહી હતી, પરંતુ ગયા ઓક્ટોબરમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. રિપોર્ટ અનુસાર જણાવ્યું છે કે, અગાઉ યોજાયેલી MPCની બેઠકમાં રિટેલ ફુગાવા પર ઘણું દબાણ હતું અને માત્ર તેને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ઝડપથી વધારો કરી રહી છે. મે થી અત્યાર સુધીમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં 1.90 ટકાનો વધારો કર્યો છે અને તે 4 ટકાથી વધીને 5.90 ટકા થયો છે. બુધવારે MPCની બેઠકમાં આવનારા નિર્ણયોમાં ફરી એકવાર રેપો રેટમાં વધારો થતાં હવે દરેક પ્રકારની લોન મોંઘી થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500