Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રધાનમંત્રીએ નાગપુરમાં મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગનું ઉદ્‌ઘાટન કર્યું

  • December 11, 2022 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાગપુરમાં હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્‌ઘાટન કર્યું હતું, જે 520 કિલોમીટરનું અંતર આવરી લે છે અને નાગપુર અને શિરડીને જોડે છે.





પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"અમે ઉચ્ચ ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ અને નાગપુર અને શિરડી વચ્ચેનો મહામાર્ગ આ પ્રયાસનું ઉદાહરણ છે. આ આધુનિક માર્ગ પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કર્યું અને મહામાર્ગ પર વાહનસવારી પણ કરી. મને ખાતરી છે કે તે મહારાષ્ટ્રની વધુ આર્થિક પ્રગતિમાં યોગદાન આપશે."



પ્રધાનમંત્રીનું તેમનાં આગમન પર સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશ્યારી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા.


પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 520 કિલોમીટરનું અંતર આવરી લેતા તથા નાગપુર અને શિરડીને જોડતા હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્‌ઘાટન કર્યું હતું.




સમૃદ્ધિ મહામાર્ગ અથવા નાગપુર-મુંબઈ સુપર કમ્યુનિકેશન એક્સપ્રેસવે પ્રોજેક્ટ, સમગ્ર દેશમાં કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આશરે 55,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલો 701 કિલોમીટરનો આ એક્સપ્રેસ વે ભારતના સૌથી લાંબા એક્સપ્રેસવેઝમાંનો એક છે, જે મહારાષ્ટ્રના 10 જિલ્લાઓ અને અમરાવતી, ઔરંગાબાદ તેમજ નાસિકના અગ્રણી શહેરી પ્રદેશોમાંથી પસાર થાય છે. આ એક્સપ્રેસવેને પગલે નજીકના 14 અન્ય જિલ્લાઓની કનેક્ટિવિટી સુધારવામાં પણ મદદ મળશે, જેથી વિદર્ભ, મરાઠાવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના વિસ્તારો સહિત રાજ્યના આશરે 24 જિલ્લાઓના વિકાસમાં મદદ મળશે.



પીએમ ગતિ શક્તિ હેઠળ માળખાગત કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનાં સંકલિત આયોજન અને સંકલિત અમલીકરણનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સમર્થન આપતો આ સમૃદ્ધિ મહામાર્ગ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ અને અજંતા ઇલોરાની ગુફાઓ, શિરડી, વેરુલ, લોનાર વગેરે જેવાં પ્રવાસન સ્થળો સાથે જોડાશે. સમૃદ્ધિ મહામાર્ગ મહારાષ્ટ્રના આર્થિક વિકાસને મોટો વેગ આપવા માટે ગેમ-ચૅન્જર સાબિત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application