વેસુમાં આવેલી કરોડોની કિંમતની પારસી બહેનોની વડિલ પાર્જિત જમીનના ટોળકીઍ બોગસ દસ્તાવેજ બનાવ્યા બાદ બહેનોને જમીન ખાલી કરી દેવા માટે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ઉમરા પોલીસના જણાવ્યા મુજબ નાનપુરા પાલીયા સ્ટ્રીટ ખાતે રહેતા ફ્રેની ઍરચ ગુલેસ્તાન (ઉ.વ.૭૨)ની વડિલો પાર્જિત વેસુમાં બ્લોક નં- સર્વે નં- ૫૮૨ તથા ૪/૪ વાળી જુની શરતની જમીન આવેલ છે. જમીનના રેવેન્યુ રેકર્ડમાં ફ્રેની સહિત ચાર બહેનોના નામો ચાલે છે. દરમ્યાન આ જમીન ઉપર અન્સારી મોહમંદ તાહીર નશરૂદીન (રહે,ખજુરાવાડી વરીયાવી બજાર), પટેલ સલમાન ઈનાયત (રહે, શાસ્ત્રીચોક લિંબાયત), શેખ નદીમ રાજા (રહે, કઠોરવાળા ઍપાર્ટમેન્ટ કાજીનું મેદાન ગોપીપુરા), ખાન મોહમંદ અસ્લમ (રહે,કઠોરવાળા ઍપાર્ટમેન્ટ ગોપીપુરા),શેખ સોયેબ અબ્દુલ રહેમાન (રહે, રજાનગર ભાઠેના), ઍસ.આર,શેખ (રહે,કઠોરવાળા ઍપાર્ટમેન્ટ ગોપીપુરા)નો ટોળો પડ્યો હતો. અને જમીનના બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડી હતી. ફ્રેનીબેનને આ અંગેની જાણ ફ્રેબુઆરી ૨૦૨૧માં વેસુ ગામના જમીન દલાલ ધનસુખ પટેલ મારફતે થતા તેઓ ચોકી ઉ્ઠ્યા હતા.
ટોળકીઍ જમીન પચાવી પાડવા માટે બોગસ પાવર ઓફ ઍટર્ની બનાવી હતી. ચારેય બહેનોની બોગસ સહી, સિક્કા, અંગુઠાના નિશાન અને ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવ્યો હતો. ચારેય બહેનોઍ નદીમ શેખને પાવર આપ્યો હોવાનું દર્શાવ્યું હતું જોકે ખરેખરમાં નદીમ શેખને તેઓ જાયો કે ઓળખતા પણ નથી. દરમ્યાન ગત તા ૯મી ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ચારેય બહેનો જમીનના ગેટ નાંખવાની તેમજ રિપેર કરાવતા હતા તે વખતે ઈનોવા ગાડીમાં ત્રણ અજાણ્યા આવ્યા હતા અને ચારેય બહેનો તમે કોણ છો. આ જમીન અમારી છે. તેમા ગેટ કેમ બનાવ્યો છો તેમ કહી ગાળાગાળી કરી હતી. અને જમીન ખાલી કરી દો નહી તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. ફ્રેનીબેન પોલીસ કંટ્રોલમાં ફોન કરતા અજાણ્યાઓ ગાડી લઈને નાસી ગયા હતા. બનાવ અંગે ફ્રેનીબેહનની ફરિયાદને આધારે પોલીસે સાત સહિત ઈનોવા ગાડીમાં આવેલા ત્રણ અજાણ્યાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500