ડાંગ જિલ્લામા કોરોના સામેના અમોધ શસ્ત્ર એવા રસીકરણ બાબતે ચાલી રહેલી વિશેષ ઝુંબેશને વેગ આપવા માટે તાજેતરમા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાએ સાપુતારા ખાતેના 'રસીકરણ કેમ્પ' ની મુલાકાત લીધી હતી.
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ડી.સી.ગામીત સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સાપુતારા ખાતે ચાલી રહેલા રસીકરણ કેમ્પની મુલાકાત લઈ જિલ્લા વિકાસ અધિકારીએ ૪૫થી વધુની ઉમરના લાભાર્થીઓને રસીકરણ બાબતે પ્રોત્સાહિત કર્યા હતા. વેક્સીન બાબતે પ્રવર્તતી અસમંજસની સ્થિતિ વચ્ચે ગ્રામજનોને સાચી સમજ આપી, વઢવાણીયાએ વિસ્તૃત માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. દરમિયાન પી.એચ.સી.ના મેડીકલ ઓફિસર ડો.નિર્મલ પટેલ અને તેમની ટીમે હાજર રહી વેક્સીનેસનની કામગીરી આટોપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application